બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / More than 350 workers including 30 senior Congress leaders joined BJP in Aravalli

કોંગ્રેસમાં ભંગાણ / લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: અરવલ્લીમાં 30 સિનિયર નેતાઓ સહિત 350થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં

Malay

Last Updated: 01:31 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aravalli News: અરવલ્લી કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને ૩૦ સિનિયર નેતાઓએ ધારણ કર્યો ભાજપનો ખેસ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે તમામને પાર્ટીમાં આવકાર્યા.

  • લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો
  • 350થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
  • 30 સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા
  • સી.આર પાટીલના હસ્તે કર્યા કેસરિયા

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે, ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં ફરી મોટું ભંગાણ થયું છે. 

સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો
લોકસભા ચૂંટણી પહેલા જ અરવલ્લીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અરવલ્લી કોંગ્રેસના 350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આજે મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. તમામ કાર્યકરો અને નેતાઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. લોકસભા ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતા ભાજપમાં જોડાયા
કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના જિલ્લા પંચાયત કારોબારીના પૂર્વ ચેરમેન પણ ભાજપમાં જોડાયા છે. તો ધનસુરા યાર્ડના વાઇસ ચેરમેન જિજ્ઞેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. આ તરફ બાયડ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ ફરી ભાજપમાં જોડાયા છે. બાયડ કોંગ્રેસના નેતા દોલતસિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાયા છે. 

AAPના રાહુલ સોલંકીએ પણ ભાજપનો ખેસ પહેર્યો
આમ 30-40 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા તમામ કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. માત્ર કોંગ્રેસ જ નહીં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા તાલુકા સદસ્ય રાહુલ સોલંકીએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

ગત મહિને બનાસકાંઠા કોંગ્રેસમાં પડ્યું હતું ગાબડું
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (દેસાઈ) ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઇ રબારીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકાર્યા હતા. ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઇ દેસાઈના સમર્થનમાં 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ