બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બોયફ્રેન્ડની ગર્દન કાપીને માથું થેલમાં લઈ ગઈ પ્રેમિકા, 2 કિમી ફેંક્યું, ઘાતકી હત્યાનું આપ્યું કારણ
Last Updated: 04:41 PM, 15 September 2024
પ્રેમમાં લોકો ફના થઈ જતાં હોય છે પરંતુ કેટલીક વાર પ્રેમ ઝેરી બનતો હોય છે અને પછી વેરઝેરમાં એવો ભયાનક હત્યાકાંડ સામે આવતો હોય છે કે જાણીને થથરી જવાય છે. યુપીના મુરાદાબાદમાં પ્રેમિકાએ પોતાના ભાઈ અને તેના મિત્ર સાથે મળીને પોતાના પ્રેમીની અતિ ઘાતકી હત્યા કરીને તેના છૂટકારો મેળવ્યો પરંતુ આવું કરવામાં તે ઝડપાઈ ગઈ અને જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ.
ADVERTISEMENT
શેરડીના ખેતરમાં માથું કાપીને 2 કિમી દૂર ફેંક્યું
યુપીના મુરાદાબાદમાં મેહનાઝ નામની છોકરીએ પોતાના ભાઈ સદ્દામ અને તેના મિત્ર રિઝવાન સાથે મળીને પોતાના પ્રેમી સોનુની અતિ ઘાતકી હત્યા કરીને નાખી હતી અને પછી માથું કાપીને 2 કિમી દૂર ફેંકી દીધું હતું. મેહનાઝ અને તેના ભાઈ સદ્દામે સોનુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ભાઈ-બહેનો એટલા ગુસ્સામાં હતા કે તેઓ કોઈપણ કિંમતે સોનુને મારી નાખવા માંગતા હતા. તેણે બે દિવસ સુધી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ત્રીજા દિવસે, મેહનાઝે સોનુને ફોન કરીને જંગલમાં બોલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં. ચોથા દિવસે જ્યારે સોનુ મેહનાઝને મળવા સૈફની વિસ્તારમાં શેરડીના ખેતરમાં પહોંચ્યો ત્યારે ત્યાં પહેલેથી જ હાજર સદ્દામના મિત્ર રિઝવાનએ સોનુને પકડી લીધો. મહેનાઝે તેના પગ દબાવ્યા અને સદ્દામે સોનુનું ગળું કાપીને તેની હત્યા કરી નાખી ત્યાર બાદ માથું ધડથી અલગ કરીને થેલી પેક કરીને 2 કિમી દૂર ફેંકી દીધું હતું.
ADVERTISEMENT
સાથે કોલેજમાં ભણતાં પ્રેમમાં પડ્યાં
સોનુ તેના મોસાળમાં પડોશમાં રહેતી મેહનાઝ સાથે પ્રેમમાં પડ્યો હતો. મેહનાઝ બિલારીના થાનવાલા સ્થિત કોલેજમાંથી આઈટીઆઈ કરતી હતી. લગભગ છ મહિના પહેલા કોલેજથી ઘરે પરત ફરતી વખતે સોનુ અને મેહનાઝની ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લઈ લીધા હતા.
ADVERTISEMENT
સાથે લીધેલા ફોટા વાયરલ કરવાની આપી ધમકી
જેમ જેમ બંને વચ્ચે વાતચીત વધતી ગઈ તેમ તેમ સોનુ તેના મામાના ઘરે વધુ જવા લાગ્યો. એક દિવસ સોનુએ મેહરાજને પોતાની પાસે બેસાડ્યો અને ફોટોગ્રાફ્સ લીધા. તેણે આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને મેહનાઝને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. સોનુએ મહેનાઝને બહાર જવા માટે દબાણ કર્યું, પરંતુ તેણે ના પાડી. ત્યારપછી સોનુ તેની મામાના ઘરે લાવ્યો અને ફોટા તેના સંબંધીઓને બતાવ્યા અને કહ્યું કે તે મેહનાઝ સાથે લગ્ન કરવા માંગે છે. જ્યારે આ સમાચાર સૈફનીમાં ફેલાઈ તો તે મેહનાઝના ભાઈ સદ્દામ સુધી પહોંચી. ઘટનાના ચાર દિવસ પહેલા જ્યારે સદ્દામે તેની બહેનની પૂછપરછ કરી તો તે રડવા લાગી અને આખી કહાની કહી સંભળાવી આ જોઈને સદ્દામ લાલચોળ થયો અને તે જ સમયે તેને સોનુની હત્યાનો પ્લાન ઘડી નાખ્યો.
ADVERTISEMENT
જંગલમાં લઈ જઈને કરી હત્યા
સમગ્ર પ્લાન બે દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સદ્દામ તેનો મિત્ર રિઝવાન પણ સામેલ હતો. ત્રીજા દિવસે મેહનાઝે સોનુને ફોન કર્યો અને તેને બરુઆ પુલ પાસેના જંગલમાં મળવા આવવા કહ્યું, પરંતુ તે દિવસે સોનુ આવ્યો ન હતો. આ પછી યુવતી, તેનો ભાઈ અને ભાઈનો મિત્ર ઘરે પરત ફર્યા. મેહનાઝે 9મી સપ્ટેમ્બરે ફરી ફોન કર્યો. સોનુ શેરડીના ખેતરમાં પહોંચતા જ ત્રણેય તેને પકડી લીધો હતો. તેના હાથ-પગ દોરડા વડે બાંધી દીધા હતા અને છરી વડે ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હતી અને માથું 2 કિમી દૂર ફેંકી દીધું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : આ નવું આવ્યું ! આ બે મહિલાઓમાંથી એક બનશે દિલ્હીના નવા CM ! ઘીમાં ઠામમાં ઘીનો ઘાટ
કેમ કરી હત્યા
ADVERTISEMENT
હકીકતમાં પીડિત સોનુએ પોતાના મોસાળમાં મેહનાઝ નામની છોકરીના પ્રેમમાં હતો અને તેણે એક દિવસ મેહનાઝ અને તેના સાથે ફોટા લઈ લીધાં અને ફોટાને આધારે તેને લગ્નનું દબાણ કરવા લાગ્યો પરંતુ આ માટે મેહનાઝ તૈયાર નહોતી અને તેણે એક દિવસ રડતાં રડતાં પોતાના ભાઈને આખી વાત જણાવી દીધી અને આ રીતે તેની ઘાતકી હત્યા થઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.