બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / ગુજરાતની સાથે મુંબઈમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે! હવામાન વિભાગનું એલર્ટ

આગાહી / ગુજરાતની સાથે મુંબઈમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે! હવામાન વિભાગનું એલર્ટ

Maulik Patel

Last Updated: 09:21 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ(IMD)ના જણાવ્યા મુજબ,આજે મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.શહેર અને ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે, મેક્સિમમ ટેમ્પ્રેચર 30.7°C ની આસપાસ અને મિનિમમ ટેમ્પ્રેચર 23.4°C ની આસપાસ રહેશે.

Mumbai Rain : ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)દ્વારા મુંબઈના તાજેતરના હવામાન અપડેટ મુજબ,શહેર અને તેના અર્બન વિસ્તારોમાં દિવસભર સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

મંગળવારે IMDની સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન 30.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 23.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દરમિયાન,મુંબઈના તાજેતરના હવામાન અપડેટ મુજબ,કોલાબા વેધશાળામાં મેક્સિમમ ટેમ્પ્રેચર 30.7°C ડિગ્રી સેલ્સિયસ અને મિનિમમ ટેમ્પ્રેચર 23.4°C ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

mumbai rain

સવારે 11:15 વાગ્યે 4.59મીટરની ઊંચાઈ સાથે ભરતી આવવાની શક્યતા છે,અને પછી સવારે 10:49 વાગ્યે 3.91 મીટરની નીચી ભરતી આવવાની શક્યતા છે.સાંજે 5:11 વાગ્યે 1.88 મીટરની નીચી ભરતી આવશે, ત્યારબાદ ૨૫ જૂને સવારે 5:10 વાગ્યે 0.29 મીટરની બીજી નીચી ભરતી આવશે.

23 જૂને સવારે 8 વાગ્યાથી 24 જૂને સવારે 8 વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં,શહેરમાં સરેરાશ 54.69 મીમી વરસાદ નોંધાયો હતો.પૂર્વીય અર્બન વિસ્તારોમાં લગભગ 56.18 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે પશ્ચિમી અર્બન વિસ્તારોમાં લગભગ 40.02 મીમી વરસાદ પડ્યો હતો.

દરમિયાન,મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીનું લેવલ તેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વધ્યું છે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેટા અનુસાર, શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સંયુક્ત જથ્થો હવે 32.89 ટકા છે. મંગળવાર (24 જૂન)ના BMCના રેકોર્ડ મુજબ, આ જળાશયોમાં સંયુક્ત પાણીનો જથ્થો 4,76,098 મિલિયન લિટર છે,જે તેમની કુલ ક્ષમતાના 32.89 ટકા છે.

Vtv App Promotion

BMC શહેરને દરરોજ અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાત્સા, વિહાર અને તુલસી તળાવોમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે. આમાંથી તાનસામાં 9.99 ટકા, મોદક સાગરમાં 51.34 ટકા, મધ્ય વૈતરણામાં 33.59 ટકા, ઉપલા વૈતરણામાં 39.04 ટકા, ભાટસામાં 26.34 ટકા, વેહારમાં41.54 ટકા, તાનસામાં 36.34 ટકા અને તુલસીમાં 39.21 ટકા પાણીનો સંગ્રહ છે.

આ પણ વાંચો : 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તો ફરીથી સુરત સહિતના જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર

તાનસા નદી સાથે નીચલા (મોદક સાગર),મધ્ય અને ઉપલા વૈતરણા તળાવો, દહિસર ચેક નાકાથી બાંદ્રા સુધીના પશ્ચિમ ઉપનગરોને અને માહિમથી મલબાર હિલ સુધીના શહેરના પશ્ચિમ ભાગોને પાણી પૂરું પાડે છે. ભાટસા, વેહાર અને તુલસી મળીને ભાટસા સિસ્ટમ બનાવે છે.

આ સિસ્ટમમાંથી પાણીને પાંજરાપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે અને મુંબઈના પૂર્વીય ભાગોમાં વિતરણ કરવામાં આવે છે, જે મુલુંડ ચેક નાકાથી સાયન અને આગળ માઝગાંવ સુધીના પૂર્વીય સર્બન એરિયાને આવરી લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian metrological department Mumbai mumbai monsoon
Maulik Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ