બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Money Laundering Case ED's major action, Jet Airways founder Naresh Goyal's assets worth Rs.535 crore seized

મની લોન્ડરિંગ કેસ / જેટ એરવેઝના સંચાલક નરેશ ગોયલને 535 કરોડનો ઝટકો, 17 ફ્લેટ સહિત EDએ અબજો સંપત્તિ કરી જપ્ત, લંડન અને દુબઈમાં પણ કાર્યવાહી

Pravin Joshi

Last Updated: 05:55 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીની રૂ. 538 કરોડથી વધુની સંપત્તિ કથિત બેંક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે.

  • જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની મુશ્કેલી વધી
  • મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી મોટી કાર્યવાહી 
  • નરેશ ગોયલની 538 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી 


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીની રૂ. 538 કરોડથી વધુની સંપત્તિ કથિત બેંક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો લંડન, દુબઈ અને ભારતમાં આવેલી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ સામે તેની મની લોન્ડરિંગ તપાસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 ની જોગવાઈઓ હેઠળ રૂ. 538.05 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં 17 રહેણાંક ફ્લેટ અને બંગલા અને કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે. લંડન, દુબઈ અને ભારતના વિવિધ શહેરોમાં આવેલી આ મિલકતો JetAir Pvt Ltd અને Jet Enterprises Pvt Ltd, નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા અને પુત્ર નિવાન અને અન્ય કેટલીક કંપનીઓના નામે છે. મની લોન્ડરિંગનો આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જેટ એરવેઝ, ગોયલ, તેમની પત્ની અનીતા ગોયલ અને કંપનીના કેટલાક ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ કથિત છેતરપિંડીના કેસમાં નોંધાયેલી FIR પરથી પ્રકાશમાં આવ્યો છે.

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની EDએ કરી ધરપકડ, 538 કરોડના બેન્ક કૌભાંડનો  છે આરોપ,જાણો વિગત | jet airways founder naresh goyal ed arrested canara  bank scam

ટ્રસ્ટ બનાવીને ભારતમાંથી વિદેશમાં નાણાંની ઉચાપત કરવાનો આરોપ

બેંકની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડને 848.86 કરોડ રૂપિયાની લોન આપી હતી, જેમાંથી 538.62 કરોડ રૂપિયા બાકી હતા. અગાઉ, રિમાન્ડની સુનાવણી દરમિયાન, તપાસ એજન્સીએ કહ્યું હતું કે જેટ એરવેઝના સ્થાપકે વિદેશમાં વિવિધ ટ્રસ્ટો બનાવીને ભારતમાંથી વિદેશમાં નાણાંની ઉચાપત કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ વિદેશમાં અનેક ટ્રસ્ટ બનાવ્યા હતા અને તે ટ્રસ્ટો દ્વારા તેણે વિવિધ સ્થાવર મિલકતો ખરીદી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટો માટે વપરાયેલ નાણા બીજું કંઈ નથી પરંતુ પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ (POC) છે જે ભારતમાંથી વિદેશ મોકલવામાં આવ્યા હતા.

Jet Airways flight stopped temporarily, banks refused to provide emergency  funds

ભારતમાં કંપનીઓનું નેટવર્ક બનાવીને સ્થાવર મિલકતો મેળવી

EDએ જણાવ્યું હતું કે તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે ગોયલે મુંબઈમાં ઊંચી કિંમતની મિલકતો ખરીદી હતી અને બાદમાં તેને વેચી દીધી હતી. તેણે ભારતમાં કંપનીઓનું નેટવર્ક પણ બનાવ્યું જેના દ્વારા તેણે ઘણી સ્થાવર મિલકતો મેળવી. ઓડિટ રિપોર્ટને ટાંકીને, EDએ દાવો કર્યો છે કે જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL) દ્વારા લેવામાં આવેલી લોનનો ઉપયોગ ફર્નીચર, એપેરલ અને જ્વેલરી જેવી સ્થિર સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. ગોયલના રહેણાંક કર્મચારીઓના પગાર અને તેમની પુત્રીની માલિકીની પ્રોડક્શન કંપનીના સંચાલન ખર્ચ પણ JIL એકાઉન્ટમાંથી ચૂકવવામાં આવ્યા હતા. ગોયલની ED દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે મુંબઈની આર્થર રોડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ