બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / mohammed shami arjuna awards khel ratna award 2023 chirag shetty and rankireddy satwik sai raj

સ્પોર્ટ્સ / રાષ્ટ્રીય ખેલ એવોર્ડનું એલાન, મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર, 2 ખેલાડીઓને રમતનો સર્વોચ્ચ ખેલ રત્ન એવોર્ડ

Manisha Jogi

Last Updated: 04:47 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રમત ગમત એવોર્ડ માટે એથ્લીટ્સના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બેડમિન્ટનની સ્ટાર જોડીને સર્વોચ્ચ સમ્માન ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે.

  • રમત ગમત એવોર્ડ માટે એથ્લીટ્સના નામની જાહેરાત
  • બેડમિન્ટનની સ્ટાર જોડીને સર્વોચ્ચ સમ્માન
  • શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર

આ વર્ષે રમત ગમત એવોર્ડ માટે એથ્લીટ્સના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બેડમિન્ટનની સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીને સર્વોચ્ચ સમ્માન ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. 

રમત ગમત મંત્રાલયે જાહેરાત કરી છે કે, રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 9 જાન્યુઆરીના રોજ આપવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ખેલાડીઓને એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. મોહમ્મદ શમી સહિત 26 એથ્લીટ્સને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સમ્માનિત કરવામાં આવશે. રમત ગમત ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરવા બદલ પુરસ્કાર આપવામાં આવશે. 

રમત ગમત મંત્રાલયે જણાવ્યું કે, સમિતિઓની રજૂઆતના આધાર પર યોગ્ય તપાસ કરવામાં આવશે. સરકારે આ તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓની એવોર્ડ માટે પસંદગી કરી છે. મંત્રાલયે એવોર્ડ મેળવનાર તમામ ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. 

કયા ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ?

 

 

ક્રમ

રમતવીરનું નામ

સ્પોર્ટ્સ

 1

શ્રી ઓજસ પ્રવિણ દેવતાલે

તીરંદાજી

 2

અદિતી ગોપીચંદ સ્વામી

તીરંદાજી

 3

શ્રીશંકર એમ.

એથ્લેટિક્સ

 4

પારુલ ચૌધરી

એથ્લેટિક્સ

 5

મોહમીદ હુસૈનુદ્દીન

બોક્સિંગ

 6

આર વૈશાલી

શતરંજ

 7

મોહમ્મદ શમી

ક્રિકેટ

 8

અનુશ અગ્રવાલા

ઘોડેસવારી

 9

દિવ્યકૃતી સિંઘ

ઘોડેસવારી ડ્રેસેજ

 10

દીક્ષા ડાગર

ગોલ્ફ

 11

કૃષ્ણ બહાદુર પાઠક

હોકી

 12

પુખરામબામ સુશીલા ચાનુ

હોકી

 13

પવન કુમાર

કબડ્ડી

 14

 રિતુ નેગી

કબડ્ડી

 15

 નસરીન

ખો-ખો

 16

પિંકી

લોન બાઉલ્સ

 17

ઐશ્વર્યા પ્રતાપ સિંઘ તોમર

શૂટિંગ

 18

ઈશા સિંહ

શૂટિંગ

 19

હરિન્દર પાલ સિંઘ સંધુ

સ્ક્વોશ

 20

આયહિકા મુખર્જી

કોષ્ટક ટેનિસ

 21

શ્રી સુનિલ કુમાર

કુસ્તી

 22

એન્ટિમ

કુસ્તી

 23

નૌરેમ રોશીબીના દેવી

વુશુ

 24

શીતલ દેવી

પેરા આર્ચરી

 25

ઇલુરી અજય કુમાર રેડ્ડી

બ્લાઈન્ડ ક્રિકેટ

 26

પ્રાચી યાદવ

પેરા કેનોઇંગ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ