ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Modi government's huge plan, after retirement, husband and wife will earn 10 thousand rupees per month

ફાયદાની વાત / મોદી સરકારની જોરદાર યોજના,નિવૃત્તી બાદ પતિ-પત્નીને દર મહિને થશે 10 હજાર રૂપિયાની કમાણી

Published By: ParthB

Last Updated: 03:19 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નિવૃત્તિ વિશે ચિંતિત છો તો આ સરકારી  યોજના તમને તેના માટે મદદ કરશે. તમે દર મહિને થોડી રકમનું રોકણ કરીને તમારી નિવૃત્તિની તૈયારી કરી શકો છો. આવો જાણીએ શું છે આ પ્લાન...

ADVERTISEMENT

  • આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી  
  • 18 થી 40 વર્ષની વયના લોકો રોકાણ કરી શકે છે  
  • દર મહિને રૂ.1000 થી રૂ.5000 સુધીની ખાતરી પૂર્વક પેન્શન 

આ યોજના વર્ષ 2015માં PM મોદીએ લોન્ચ કરી હતી.

જો તમે સરકારી નોકરી કરવા માંગો છો અને પેન્શન મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યો છીએ, જેમાં તમને ઓછો રોકાણ પર ખાતરીપૂર્વક પેન્શન મળશે. અમે વાત કરી રહ્યા છીએ કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાની.આ સ્કીમ તમારા વૃદ્ધાવસ્થાનો સહારો બની શકે છે. આ યોજના વર્ષ 2015માં પીએમ મોદીએ લોન્ચ કરી હતી.

પતિ-પત્ની બંનેને ફાયદો થશે 

પતિ-પત્ની બંને અટલ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં બંને અલગ- અલગ રોકાણ કરે તો તેમને 10 હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન મળી શકે છે. તમને જણાવી દઈએ કે, અટલ પેન્શન યોજનામાં 60 વર્ષની ઉંમર વટાવ્યા બાદ સરકાર દર મહિને 1000 રૂપિયાથી 5000 રૂપિયા પેન્શનની ખાતરી આપે છે. 

આ યોજના માટે જરૂરી વસ્તુઓ

40 વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકે છે. આ માટે તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. અટલ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પણ આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. અટલ પેન્શન યોજના એ લોકોમાં ખૂબ જ પ્રખ્યાત પેન્શન યોજના છે, જેઓ પહેલેથી જ EPF, EPS જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, તેઓ અટલ પેન્શન યોજનાનો ભાગ બની શકતા નથી. આનો અર્થ એ થયો કે જે લોકો આવકવેરાના સ્લેબની બહાર છે તેઓ જ અટલ પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે.
 
દર મહિને આટલું રોકાણ કરવું પડશે  

જો કોઈ વ્યક્તિ 18 વ4ષની ઉંમરે આ પેન્શન સ્કીમમાં જોડાય છે, તો તેણે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને નિવૃત્તિ પછી તેને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન મળશે. તે જ સમયે, જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમર પછી આ યોજનામાં જોડાય છે, તો તેની ઉંમર અનુસાર, દર મહિને રોકાણ કરવાની રકમ પણ થોડી વધારે હશે.

 

અટલ પેન્શન યોજનાના લાભો 

આ યોજનાના બે ફાયદા છે, પહેલું પેન્શન અને બીજું આવકવેરા મુક્તિ આ યોજના 60 વર્ષની વયના લોકોને 1000 થી 5000 રૂપિયાનું લઘુત્તમ માસિક પેન્શન આપે છે. સરકારની આ પેન્શન યોજના હેઠળ 18 વર્ષથી 40 વર્ષની વયના લોકો જોડાઈ શકે છે. આમાં, 60 વર્ષની ઉંમર પછી રોકાણકારને નિશ્ચિત પેન્શનની રકમ અથવા રોકાણકારના મૃત્યુ પછી તેના જીવનસાથીને તે જ ગેરંટી પેન્શન આપવાની જોગવાઈ છે.

મૃત્યુના કિસ્સામાં શું થશે

આ યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો તેના પરિવારને લાભ ચાલુ રાખવાની પણ જોગવાઈ છે. અટલ પેન્શન યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની પત્નીને પેન્શન આપવાની જોગવાઈ છે. બીજી તરફ જો પત્નીનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં બાળકોને પેન્શન આપવાની જોગવાઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Atal Pension Yojna Modi Sarkar national pension scheme અટલ પેન્શન યોજના ગુજરાતી ન્યૂઝ પ્રોવિડન્ટ ફંડ atal pension yojana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ