Mobile charge and data transfer Cable made by engineers of Surat
ઇનોવેશન /
સુરતના એન્જિનિયર્સે બનાવેલ કેબલથી મોબાઇલ ચાર્જ કરી શકાશે, ડેટા પણ થશે ટ્રાન્સફર
Team VTV05:22 PM, 18 Oct 19
| Updated: 11:37 PM, 18 Oct 19
સ્માર્ટ ફોન આજે શોખ નહીં જરૂરિયાત બની રહ્યા છે, યુવા પેઢી આજે મોબાઈલ વગર પોતાના દિવસની એક મિનિટની પણ કલ્પના કરી શકતી નથી. જ્યારે મોબાઈલની બેટરી ડાઉન થઈ જાય ક્યાંય ચાર્જિંગ થઈ શકે તેમ ન હોય ત્યારે આ યુવાનો ગાંડા બની જાય છે. સુરતના બે યુવા એન્જિનિયર્સની ટીમે મોબાઈલ ફોનથી મોબાઈલ ફોન ચાર્જ કરી શકાય તેવા એક કેબલની ઇનોવેશન કર્યું છે. એટલું જ નહીં મોબાઈલ ઉપરાંત બ્લુટુથ, ઈયર પ્લગ, સ્માર્ટ વોચ કે અન્ય ગેજેટ્સ પણ ચાર્જ કરી શકાય તેવો કેબલ બનાવ્યો છે.
એન્ડ્રોઇડ ફોન ચાર્જ કરી શકશો
ડેટા પણ ટ્રાન્સફર કરી શકો છો
આ યુવાનોએ આ કેબલને બજારમાં પણ મુક્યો છે
તમે લાંબી મુસાફરી કરી રહ્યા છો, મોબાઈલ ફોનની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, પાવર બેન્ક તમારી પાસે છે નહીં મોબાઈલ ચાર્જ કરી શકાય તેમ નથી તેવા સમયે વ્યક્તિ લગભગ પાગલ બની જાય છે, તેવા સમયે જો તમારી પાસે મોબાઈલ ફોનથી મોબાઈલ ચાર્જ કરી શકાય તેવો કેબલ હોય તો તમે કોઈપણ મુશ્કેલી વગર તમારો એન્ડ્રોઇડ ફોન ચાર્જ કરી શકશો. આ માટે તમારી પાસે આ ખાસ કેબલ હોવો જરૂરી છે.
સુરતના બે એન્જિનિયર્સે વિકસાવ્યો આ કેબલ
સુરતના બે એન્જિનિયર્સ યુવાનો અક્ષર વસ્ત્રપરા અને કશ્યપ સોજીત્રાએ ઘણા બધા પ્રયોગો બાદ આ કેબલ વિકસાવ્યો છે, જેમાં તમે જેમ ચાર્જરથી કે પાવર બેન્કની મદદથી મોબાઈલ ચાર્જ કરો છો એટલી જ સરળતાથી એક મોબાઈલથી બીજો મોબાઈલ ચાર્જ કરી શકશો.
મોબાઇલ ચાર્જની સાથે ડેટા પણ થશે ટ્રાન્સફર
સુરતના આ યુવા એન્જિનિયર્સની ટિમ દ્વારા જે કેબલ બનાવવામાં આવ્યો છે એમ માત્ર મોબાઈલ ચાર્જ થાય છે એવું નથી. આ કેબલની મદદથી તમે ડેટા પણ ટ્રાન્સફર કરી શકો છો અને એ પણ મોબાઈલ નેટનો ઉપયોગ કર્યા વગર. આજે જ્યારે ફિલ્મ કે વેબ સિરીઝ સહિત વીડિયો ફાઇલ જ્યારે ટ્રાન્સફર કરવી હોય ત્યારે તે GBમાં હોવાથી મોબાઈલ નેટ પણ વધારે વપરાય છે તેમજ સમય પણ વધારે જાય છે.
ત્યારે આ કેબલની મદદથી તમે ખૂબ ઝડપથી મોબાઈલ નેટ વાપર્યા વગર દેતા પણ ટ્રાન્સફર કરી શકો છે, આ યુવાનોએ આ કેબલને બજારમાં પણ મુક્યો છે. માત્ર 149 રૂપિયામાં તમે આ કેબલ મેળવીને મોબાઈલ બેટરીની સમસ્યા કે ડેટા ટ્રાન્સફરમાં નેટ વપરાશની ચિંતા કર્યા વગર સરળતાથી તમારું કામ કરી શકો છે.