બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / MIT Engineers Develop World's darkest material is blackest black

બ્લેકેસ્ટ બ્લેક / આ છે દુનિયાનો સૌથી કાળો પદાર્થ જે પ્રકાશને પણ શોષી લે છે, વાળ કરતા 50 હજાર ગણા નાના સુક્ષ્મ અણુંઓ

Hiren

Last Updated: 01:30 AM, 15 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની વિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિજ્ઞાનીઓએ એક એનોખા મટિરિયલની શોધ કરી છે. જેને "બ્લેકેસ્ટ બ્લેક" નામ આપ્યું છે. તેની ખાસિયત એ છે કે તે લાઇટ એટલે કે પ્રકાશના 99.90 ટકા કિરણોને શોષી લે છે.

  • પ્રકાશના 99.90 ટકા કિરણોને શોષી લે છે
  • ટેલિસ્કોપમાં અંતરિક્ષનો પ્રકાશ સારી રીતે કેપ્ચર થઇ શકશે!
  • પૃથ્વી પર કુદરતી રીતે આટલી કાળી કોઇ વસ્તું છે નહીં

વિજ્ઞાનીઓએ આ મટિરિયલ એટલ કે પદાર્થ કાર્બનની નેનોટ્યુબમાંથી બનાવ્યો છે. કાર્બનના આ સુક્ષ્મ અણુંઓ આપણા માથાના વાળ કરતાં 50 હજાર ગણા નાના છે. આ મટિરિયલનો વિવિધ આર્ટવર્કમાં ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત અંતરિક્ષની ગેલેકસીઓના અભ્યાસ માટેના ટેલિસ્કોપમાં થઇ શકશે. અંતરિક્ષના પ્રકાશને આપણી આસપાસનો પ્રકાશ અવરોધે છે.

આ મટિરિયલના ઉપયોગથી પૃથ્વી પરનો પ્રકાશ અવરોધી શકાશે અને ટેલિસ્કોપમાં અંતરિક્ષનો પ્રકાશ સારી રીતે કેપ્ચર થઇ શકશે તેમ સંશોધક ટીમના પ્રોફેસર બ્રાયન વાર્ડલ કહે છે. વિજ્ઞાનીઓએ અત્યંત કિંમતી હીરા પર નેનોકાર્બનનું કોટિંગ કરીને તેને કાળો ધબ્બ બનાવ્યો હતો. તેની સાથે જ ચમકતો હીરો જાણે ગાયબ થઇ ગયો હતો. સૌથી કાળા એવા મટિરિયલને એલ્યુમિનિયમ પર નોનોકાર્બનનું કોટિંગ કરીને બનાવવામાં આવે છે. 

આ રોમાંચક શોધ અંગેનો લેખ એસીએસ-એપ્લાઇડ મટિરિયલ્સ એન્ડ ઇન્ટરફેસીસમાં પબ્લિશ થયો છે. કોઇપણ વસ્તુ પર પડેલો પ્રકાશ પરાવર્તિત થઇને આપણી આંખ અને કેમેરાના લેન્સ સુધી પહોંચે એટલે તે વસ્તું દેખાય છે. પ્રકાશ જેટલો વધુ એટલી તે ચીજ સ્પષ્ટ દેખાય છે. 

નવું મટિરિયલ એક ટકાના પણ દસમા ભાગ જેટલો જ પ્રકાશ પરાવર્તિત કરે છે. બાકીનો પ્રકાશ તેમાં શોષાઇ જાય છે. પૃથ્વી પર કુદરતી રીતે આટલી કાળી કોઇ વસ્તું છે નહીં. પ્રોફેસર બ્રાયન કહે છે કે આ ટેકનોલોજી કે અન્ય ટેકનોલોજીથી વિજ્ઞાનીઓ એવા પણ મટિરિયલનું સર્જન કરી શકશે કે જે પ્રકાશના 100 ટકા કિરણોને શોષી શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

MIT World's darkest material blackest black બ્લેકેસ્ટ બ્લેક blackest black
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ