બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mission chandrayaan 3 special for india read how will be the journey from earth to moon

મિશન / એક બે નહીં, 'ચંદ્રયાન 3' પાછળ છે પૂરા 15 વર્ષની મહેનત, આખરે કેવી રીતે સમગ્ર મિશનનો થયો શુભારંભ, જાણો વિગત

Manisha Jogi

Last Updated: 12:17 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત આજે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરશે, જે 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે.

  • મિશન ચંદ્રયાન ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ
  • 14 વર્ષ પહેલા આ મિશનની શરૂઆત થઈ હતી
  • મિશન ચંદ્રયાન 2 વર્ષ 2013માં લોન્ચ થવાનું હતું

મિશન ચંદ્રયાન ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના પર ભારત સરકારે 15 વર્ષ ખર્ચ્યા છે. 14 વર્ષ પહેલા આ મિશનની શરૂઆત થઈ હતી. ભારત આજે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરશે, જે 23 અથવા 24 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. 

ચંદ્રયાન મિશનની શરૂઆત
વર્ષ 2019માં ISROએ ચંદ્રયાન લોન્ચ કર્યું હતું, પરંતુ અચાનક 2.50 વાગ્યે સન્નાટો છવાઈ ગયો. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન ઉતરવાનું હતું, પરંતુ ભારતનું લેન્ડર ક્રેશ થઈ ગયું હતું. ત્યારપછીનું દ્રશ્ય લગભગ તમામ લોકોને ખબર હશે કે, ઈસરો ચીફ કે. સિવન મિશનની અસફળતા પર રડી રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ગળે લગાવ્યા હતા. 

7 સપ્ટેમ્બર 2019ના રોજ લેન્ડર ક્રેશ થયા પછી વૈજ્ઞાનિકોનો જુસ્સો ઓછો થયો નહોતો. આજે 4 વર્ષ પછી બપોરે 2.30 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવશે. ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરવાથી ભારત તે બાબતે ચોથો દેશ બની જશે. ભારતીય વૈજ્ઞાનિકો તે માટે છેલ્લા 15 વર્ષથી તૈયારી કરી રહ્યા છે. 

મિશન ચંદ્રયાન 1
મિશન ચંદ્રયાન 1 બાબતે તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 15 ઓગસ્ટ 2003ના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2008 પહેલા ભારત અંતરિક્ષ યાન મોકલશે. આ મિશનનું નામ ચંદ્રયાન 1 હશે. 8 નવેમ્બર 2008ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી મિશન ચંદ્રયાન 1 લોન્ચ કરવામાં આવ્યું, જે સફળતાપૂર્વક ચંદ્રના ઓર્બિટમાં પહોંચી ગયું. પ્રાપ્ત થયેલ ડેટા પરથી જાણવા મળ્યું હતું કે, ચંદ્ર પર પાણી છે, જેની પુષ્ટી નાસાએ પણ કરી હતી. 29 ઓગસ્ટ 2009 પછી ચંદ્રયાન 1 સાથે સંપર્ક તૂટી ગયો હતો. 

મિશન ચંદ્રયાન 2
મિશન ચંદ્રયાન 2 વર્ષ 2013માં લોન્ચ થવાનું હતું, પરંતુ કોઈ કારણવશ લોન્ચિંગ ટાળી દેવામાં આવ્યું હતું. 22 જુલાઈ 2019ના રોજ આ મિશન લોન્ચ કરવામાં આવ્યું. 20 ઓગસ્ટના રોજ આ યાન સફળતાપૂર્વક ચંદ્રની ઓર્બિટમાં પહોંચી ગયું, પરંતુ લેન્જર વિક્રમના સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ઈસરો સાથે સંપર્ક તૂટી ગયો. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લેન્ડરના બ્રેકિંગ થ્રસ્ટરમાં ખરાબીને કારણે લેન્ડરનું ક્રેશ લેન્ડિંગ થતા સંપર્ક તૂટી ગયો. 

મિશન ચંદ્રયાન 3
ઈસરો આજે બપોરે 2.35 વાગ્યે મિશન ચંદ્રયાન 3 લોન્ચ કરશે. આ મિશનનું લક્ષ્ય ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે. રોવરને ચંદ્રની સપાટી પર ચલાવવું અને એલિમેન્ટ્સની જાણકારી મેળવવી. આ યાન તૈયાર કરવામાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ યાન ચંદ્રના કેટલાક ભાગ પર જશે અને ત્યાં ઉપલબ્ધ ધાતુ તથા અન્ય એલિમેન્ટ્સની જાણકારી મેળવશે.  

સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં ચંદ્રયાન 3 સ્પેસક્રાફ્ટ લોન્ચ વ્હીકલ માર્ક 3 (LVM 3)ની મદદથી પૃથ્વીના ઓર્બિટ સુધીનું સફર પૂર્ણ કરશે. LVM 3ની લંબાઈ 43.5 મીટર અને વજન 640 ટન છે. આ રોકેટ 8 ટન વજન સાથે લઈને ઉડી શકે છે. ચંદ્રયાન 3 સ્પેસક્રાફ્ટમાં લેન્ડર મોડ્યુલનું વજન 1.7 ટનસ પ્રોપલ્શનનું વજન 2.2 ટન અને લેન્ડરમાં રહેલ રોવરનું વજન 26 કિલો છે. 

ચંદ્રની સપાટી પર કેવી રીતે પહોંચશે
ચંદ્રયાન 3 રોકેટની મદદથી પૃથ્વીના ઓર્બિટમાં મોકલવામાં આવશે. ત્યારપછી સ્પેસક્રાફ્ટ પ્રોપલ્શનનો ઉપયોગ કરીને ધરતીની ફરતે ચક્કર લગાવશે અને ધીરે ધીરે ચંદ્રના ઓર્બિટ સુધી પહોંચશે. ત્યાર પછી સ્પેસક્રાફ્ટ ચંદ્રના ચક્કર લગાવશે. ચંદ્રના ઓર્બિટ સુધી પહોંચ્યા પછી લેન્ડરને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટથી ધરતીથી ચંદ્ર સુધીનું સફર પૂર્ણ કરવામાં 45-48 દિવસનો સમય લાગી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ