બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Meteorologist Ambalal Patel forecasts rain in Gujarat 5 July 2022

પાણી પાણી / આગાહીકાર અંબાલાલે કહ્યું ખેડૂતો ચિંતા ન કરે, આ તારીખોમાં આખાય ગુજરાત થશે મેઘ મલ્હાર, 'ભારે'ના પણ વરતારા

Vishnu

Last Updated: 03:23 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માં 5 થી 7 જૂલાઇ સુધી સામાન્ય વરસાદ, 10 થી 15 જૂલાઇ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે
  • ઉત્તર ગુજરાતમાં પણ 8 અને 9 જૂલાઇએ વરસાદ પડશે

ગુજરાતના ઘણા એવા જિલ્લા છે જ્યાં હજુ વરસાદના માત્ર ઝાપટાં પડયા છે પરંતુ જેટલો જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રિસાયો હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે રાહતની આગાહી કરી છે. 

અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની કમી છે. અંબાલાલની આગાહી મુજબ આજે તારીખ 5 અને 6 જુલાઇમાં અમદાવાદમાં મેઘ મહેર થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદના સંકેત છે. ઘીરે ઘીરે એક સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં તારીખ 10 થી 15 જુલાઇ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. પાટડી દસાડાના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ અંબાલાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના વરતારા આપ્યા છે. 

  • 5- 6 જુલાઇ હળવો વરસાદ
  • 8-9 જુલાઇ મઘ્યમ વરસાદ
  • 10-15 જુલાઇ: જળબંબાકાર 

સાથે જ અંબાલાલે ઉત્તર ગુજરાતના  ખેડૂતોને સૂચન કરતાં કહ્યું છે કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, બનાસકાઠા, પાટણ, સાબરકાંઠા સહિત ઊતર ભાગના તેમજ મધ્ય ભાગના બધાજ વિસ્તારમાં મેઘ સવારી સારી રીતે આવશે.

5 દિવસ રાજ્યમાં મેઘમહેર રહેશે યથાવત: હવામાન વિભાગ
વરસાદને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના વરતારા છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના માછીમારો આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ છે. 

હવામાન વિભાગ મુજબ 6 જુલાઈના રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
બીજી બાજુ તારીખ 6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં હરખની હેલી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના લીધે ઉમરગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. સાથે વાહનચાલકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામમાં 7.5 ઈંચ તો પારડીમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કપરાડા, ધરમપુર, વલસાડ અને વાપીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. આ સાથે ખાંભામાં 3.5 ઈંચ, સાવરકુંડલામાં સવા 3 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, વિસાવદરમાં સવા 2 ઈંચ, ખેરગામમાં સવા 2 ઈંચ, ધારીમાં સવા 2 ઈંચ, સુરતમાં સવા 2 ઈંચ, વડિયામાં 2 ઈંચ, ચોર્યાસીમાં પોણા 2 ઈંચ અને ગણદેવીમાં પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Rain forecast rain in gujarat અંબાલાલ આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદ વરસાદ આગાહી હવામાન વિભાગ ambalal patel rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ