બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meghraja will rain over these areas of the state in the next 24 hours

કમોસમી વરસાદ / ગુજરાત પર ફરી સંકટના વાદળ! આગામી 24 કલાકમાં જ રાજ્યના આ વિસ્તારો પર મેઘરાજા વરસશે

Vishal Khamar

Last Updated: 02:39 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો હતો.

  • રાજ્યમાં આગામી 24 કલાકમાં પડશે કમોસમી વરસાદ
  • વલસાડ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી
  • તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો થશે

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ભાવનગર, નર્મદા, તાપી અને નવસારી તેમજ વલસાડ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરી છે કે તેમજ રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે. 

આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની આગાહી
આ બાબતે હવામાન વિભાગનાં અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમ્યાન વાતાવરણની વાત કરીએ તો , આગામી 24 કલાકમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.  જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.  તે બાદનાં 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે. જીલ્લાની વાત કરીએ તો નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 
 

અભિમન્યુ ચૌહાણ (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)

ડાંગમાં છવાયો વરસાદી માહોલ
પાછલા 23 કલાકમાં સાઉથ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે.  જેમાં દમણ, ડાંગ તેમજ વલસાડનો સમાવેશ થાય છે. ડાંગમાં 1 મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ સૂકું રહેવા પામ્યું હતું. 

વધુ વાંચોઃ અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં મળી મોટી સફળતા, જાણો ક્યારે પૂર્ણ થશે કામ

9 તેમજ 10 તારીખે રાજ્યનાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
જ્યારે 9 જાન્યુઆરી મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ