બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / mea spokesperson indian citizens left ukraine opration ganga continues

ઓપરેશન ગંગા / 24 કલાકમાં 30 ફ્લાઇટ્સથી 6400 ભારતીયોને પરત લવાયા, યૂક્રેન અને તેના પાડોશી દેશોનો આભારઃ વિદેશ મંત્રાલય

Hiren

Last Updated: 08:07 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવા પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે આ અંગે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી છે.

  • રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ
  • 24 કલાકમાં 30 ફ્લાઇટ્સથી 6400 ભારતીયોને પરત લવાયાઃ વિદેશ મંત્રાલય
  • અત્યાર સુધીમાં 18 હજાર ભારતીયોએ યૂક્રેન છોડ્યુંઃ વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 18 હજાર ભારતીયોએ યૂક્રેન છોડ્યું છે. તેમણે કહ્યું કે, ઓપરેશન ગંગા તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. એક દિવસમાં 15 ફ્લાઇટ દ્વારા 3 હજાર ભારતીયોને પરત લવાયા છે.

છેલ્લા 24 કલાકમાં 30 ફ્લાઇટ્સથી 6400 ભારતીયોને પરત લવાયા છે. તેમણે સંકટ દરમિયાન મદદ માટે યૂક્રેન અને તેમના પાડોશી દેશોનો આભાર માન્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, આવતીકાલે 15 અને આગામી 24 કલાકમાં 18 ફ્લાઇટ્સ નક્કી છે. રોમાનિયામાં એક નવા સ્થળ યાદીની ઓળખ થઇ ગઇ છે જ્યાં ફ્લાઇટ્સ દ્વારા ભારતીયોને પરત લાવવાના પ્રયાસોને વધારવામાં આવ્યા. તેમણે કહ્યું કે, મંત્રાલયનો પ્રયાસ વધુ ઉડાનો નક્કી કરવાનો છે.

વિદેશ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે, ભારતીયો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આગામી 2-3 દિવસમાં અમે વધુ લોકોને પરત લાવીશું.

ભારત સરકાર યૂક્રેન અને રશિયન અધિકારીના સંપર્કમાં છે

પ્રવક્તાએ જણાવ્યું કે, દુર્ભાગ્યથી યૂક્રેનમાં હિંસાના મામલાઓ સામે આવ્યા છે. ભારત સરકાર સતત યૂક્રેન અને રશિયાના અધિકારીઓના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, અમને જાણ છે કે યૂક્રેનમાં હજુ પણ હજારો ભારતીય છે. એડવાઇઝરી જાહેર થયા બાદ પણ કેટલાક ભારતીય ખારકીવમાં પણ છે. જે લોકો ખારકીવ નથી છોડી શક્યા, તેમને અપીલ કરી છે કે તેઓ ટ્રેનથી ખારકીવથી નિકળે.

તેમણે જણાવ્યું કે, બુધવારની એડવાઇઝરી અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ ખારકિવ છોડ્યૂં. તેઓ પાસના પેસોચિનમાં છે. તેમની અંદાજિત સંખ્યા 1000 છે. અરિંદમ બાગચીએ જણાવ્યું કે, શરૂઆતમાં 20 હજાર ભારત નાગરિકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક એવા પણ હતા જેમણે રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું. અમારુ અનુમાન છે કે કેટલાક 100 નાગરીક હજુ પણ ખારકીવમાં છે. અમારી પ્રાથમિકતા વિદ્યાર્થીઓને કોઇ પણ સંભવ રીતે સુરક્ષિત બહાર લાવવાની છે.

જણાવાય રહ્યું છે કે સુમીમાં કેટલાક ભારતીયો હોઇ શકે છે. અમે સંપર્કમાં છીએ અને તમામ રીતોના ઉપયોગ દ્વારા તેમને ત્યાંથી કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ત્યારે, યૂક્રેનમાં ભારતીયોને બંધક બનાવવાના આરોપ પર મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, અમને એવી ઘટનાઓની માહિતી નથી. વિદેશ સચિવે યૂક્રેનના ડેપ્યૂટી વિદેશ સચિવ સાથે વાત કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ