બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mayank Agarwal Suffers Major Health Scare, Admitted To ICU In Agartala

ક્રિકેટ / ભારતનો સ્ટાર ઓપનર ICUમાં એડમિટ, મેચ રમીને પાછા આવતાં પ્લેનમાં બની આ ઘટના

Hiralal

Last Updated: 07:58 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રિપુરા રણજી ટ્રોફીની મેચ રમીને આવતાં વિમાનમાં ટીમ ઈન્ડીયાના સ્ટાર ઓપનર મયંક અગ્રવાલની તબિયત બગડતાં તેને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

  • ટીમ ઈન્ડીયાના સ્ટાર ઓપનર મયંક અગ્રવાલની તબિયત ગંભીર
  • ત્રિપુરા રણજી ટ્રોફીની મેચ રમીને આવતાં વિમાનમાં બગડી તબિયત
  • અગરતલાની હોસ્પિટલમાં દાખલ, તબિયત સ્થિર

ભારત વતી 21 ટેસ્ટ રમનાર સ્ટાર ઓપનર મયંક અગ્રવાલની વિમાનમાં તબિયત બગડતાં તેને ત્રિપુરાની રાજધાની અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 
કર્ણાટક ટીમનો કેપ્ટન મયંક રણજી મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન એરપોર્ટ પર પ્લેનમાં બેસતાની સાથે જ તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. તેને મોઢા અને ગળામાં તકલીફ થવા લાગી આ પછી તેને તાબડતોબ અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જોકે હાલમાં તેની તબિયત સારી છે. 
મયંક અગ્રવાલ તાજેતરમાં 26 થી 29 જાન્યુઆરી દરમિયાન અગરતલામાં ત્રિપુરા સામે રમ્યો હતો, જેમાં તેણે 51 અને 17 રન ફટકાર્યા હતા. આ મેચ કર્ણાટકે 29 રનથી જીતી હતી. મયંકને આ મેચ બાદ પરત ફરવું પડ્યું હતું.

અચાનક કેમ બગડી તબિયત
મયંકે બપોરે 2:30 વાગ્યે અગરતલાથી ફ્લાઇટ પકડવાની હતી. તે ફ્લાઈટમાં પણ બેઠો હતો, પરંતુ આ દરમિયાન તેને ગળામાં કેટલીક સમસ્યાઓ થવા લાગી હતી. મયંકને તરત જ પ્લેનમાંથી ઉતારીને અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસ પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. પરંતુ મયંક અગ્રવાલ સાથે આવું કેમ બન્યું? તે હજી સુધી શોધી શકાયું નથી.

મયંક ટીમ ઈન્ડીયા વતી કેટલી મેચ રમ્યો 
મયંક હાલ ભારતીય ટીમની બહાર છે. તે છેલ્લે 5 ફેબ્રુઆરી 2020 ના રોજ ન્યુઝીલેન્ડ સામે હેમિલ્ટન વનડે રમ્યો હતો. તે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 21 ટેસ્ટ અને 5 વન ડે રમી ચૂક્યો છે. આ દરમિયાન મયંકે ટેસ્ટમાં 4 સદી સાથે 1488 રન બનાવ્યા હતા. જ્યારે વનડેમાં 86 રન બનાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ