બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Mawtha forecast in Gujarat, alert in APMC... Big news about Hardik Pandya ahead of IPL 2024

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં માવઠાની આગાહી, APMCમાં ઍલર્ટ... IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને લઈને મોટા સમાચાર

Vishal Khamar

Last Updated: 11:49 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં માવઠાની આગાહીને પગલે તમામ એપીએમસી દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓને સતર્ક કર્યા છે. આજે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસ પહેલા અયોધ્યા જશે.

The colorful mood of the season in North India! Rain in Delhi then snow in the hills, Met department forecast

ફરી એકવાર વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 નવેમ્બરથી ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હવામાન બદલાવા જઈ રહ્યું છે. જેના કારણે 27-28 નવેમ્બર વચ્ચે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 નવેમ્બરે દિલ્હી-NCRમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આકાશમાં વાદળોની અવરજવર હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે. 26મી નવેમ્બરની સવાર સુધી ધુમ્મસ જોવા મળી શકે છે. આ સિવાય નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 27 નવેમ્બરે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.

તા. 27 નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વાયબ્રન્ટ સમિટ અંતર્ગત જાપાન તેમજ સિંગાપોરનાં વિદેશ પ્રવાસે  જવાનાં છે. વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અયોધ્યા મુલાકાતે જઈ રહ્યા છે. અયોધ્યા ખાતે મુખ્યમંત્રી રામ લલ્લાની પૂજા કરશે. તેમજ રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. તેમજ યુપી સરકારે શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવેલી જગ્યાની સમીક્ષા કરશે.

અમરેલી, બોટાદ, ખંભાળિયા, પાટણ, ડીસા, ઊંઝા, મહેસાણા, જામનગર સહિતા રાજ્યનાં તમામ જિલ્લાઓના માર્કેટ યાર્ડમાં વેપારીઓ તેમજ ખેડૂતોને માવઠાને લઈ સતર્ક કરવામાં આવ્યા હતા. તેમજ વેપારીઓ દ્વારા તમામ માલ સુરક્ષીત સ્થળે રાખવા જણાવ્યું હતું. 

 રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે જગતનો તાત ખેડૂત ચિંતિત બન્યો છે. તો બીજી તરફ માવઠાની આગાહીને લઇ રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, માવઠાને લઇ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઉભી છે.

અમદાવાદ જિલ્લા ચોમાસામાં ખેડૂતો ડાંગરનું વાવેતર કરે છે..હાલ ડાંગર પાક લીધા બાદ ખેડૂતો દ્વારા રવી સીઝનમાં ઘઉં નું વાવેતર શરુ કરી દેવામાં આવ્યું છે. જો કે રવી સીઝનમાં ઘઉં ના વાવેતર બાદ ખેડૂતોને ખાતર અછત સામે આવી રહી છે. ખેડૂતો ખાતર સ્ટેશન પર ખરીદી માટે જાય પરંતુ ખાતર મળતું નથી. વાસ્તવમાં ખાતરની રીયાલીટી માટે સાણંદના ખાતર ડેપો તપાસ કરી તો ત્યાં ખેડૂતો મુખેથી સાંભળવા મળ્યું કે, પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર ન મળતા રોજ બરોજ ધક્કા ખાવાની નોબત આવી રહી છે. જેમાં અમુક જ ખેડૂતોને ઓછી તો વગદાર ખેડૂતોને સૌથી વધુ યુરિયા મળતું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. સાંભળો આ ખેડૂતોની વ્યથા  કેવી પરેશાની નો સામનો યુરિયા અને DAP ખાતર મેળવવા રોજ  બરોજ  ખાતર ડેપો માં ધક્કા ખાવા પડી રહ્યા છે. 

ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી', રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે કૃષિમંત્રી  રાઘવજી પટેલનું મોટું નિવેદન | Agriculture Minister Raghavji Patel said that  farmers need not ...

દસક્રોઇ ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરની અછત મુદ્દે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે, DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.

અમદાવાદ મહાનગર પાલિકામાં મેયર સહિત વિવિધ મહત્વનાં હોદ્દાઓ પર નિમણૂંક કરાયા બાદ આજે રોડ, વોટર સપ્લાય તેમજ હેલ્થ કમિટી સહિતની અનેક કમિટીઓનાં નવા ચેરમેન તેમજ ડેપ્યુટી ચેરમેનની નિમણૂંક કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગર પાલિકામાં AMTS નાં ચેરમેન તરીકે ધર્મસિંહ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહિલા અને બાળ વિકાસ ચેરમેન તરીકે ઈસનપુરનાં કોર્પોરેટર મોના રાવલની નિમણૂંક કરવામાં આવી છે. રોડ અનેડ બિલ્ડીંગ કમિટીનાં ચેરમેન તરીકે નારણપુરા વોર્ડનાં જયેશ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. વેજલપુર વોર્ડનાં કાઉન્સિલર દિલીપ બગડીયાને વોટર સપ્લાય કમિટીનાં ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. લીગલ કમિટી ચેરમેન તરીકે બાપુનગરમાં કાઉન્સિલર પ્રકાશ ગુર્જરની નિમણૂંક કરાઈ હતી. જ્યારે હેલ્થ કમિટીનાં ચરેમેન તરીકે શાહીબાગ વોર્ડનાં કાઉન્સિલર જશુ ઠાકોરની નિમણૂંક કરાઈ હતી. 

Three died of heart attack in Rajkot in a single day

રાજકોટમાં રેલ નગર ખાતે રહેતો યુવક ભાવેશ ગોહેલન,  ભારતીનગરમાં રહેતા 46 વર્ષીય રામજી સોલંકી અને લોધિકાનાં પાળ ગામે રહેતા 51 વર્ષીય કેશુભાઈ મોહનીયાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.  ત્યારે ત્રણેય વ્યક્તિઓનાં હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. 

The franchise can release these players, including the most expensive player in IPL history Ben Stokes Prithvi Show, Manish...


IPL 2024 શરૂ થવામાં લગભગ 4-5 મહિના બાકી છે. આ પહેલા તમામ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમો ગોઠવવામાં વ્યસ્ત છે. ખેલાડીઓને બહાર કાઢવા અને જાળવી રાખવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા ખેલાડીઓને લઈને પણ આવા સમાચાર આવવા લાગ્યા છે. એક રિપોર્ટ અનુસાર પંજાબ કિંગ્સ IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કુરાનને બહારનો રસ્તો બતાવી શકે છે. રિલીઝની યાદીમાં ઘણા વધુ ખેલાડીઓના નામ પણ સામેલ છે. પંજાબ કિંગ્સ IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કુરાનને રિલીઝ કરી શકે છે. પંજાબે IPL 2023ની મીની હરાજીમાં સેમ કુરનનો સમાવેશ કર્યો હતો. સેમને પંજાબ કિંગ્સે 18.5 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તેને મળેલી જંગી કિંમત પ્રમાણે તે પ્રદર્શન કરી શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે IPL 2023માં સેમ કુરેને 14 મેચમાં 10થી વધુના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા અને માત્ર 10 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 276 રન બનાવ્યા હતા. શિખર ધવન ઈજાગ્રસ્ત થયો ત્યારે તેણે ઘણી મેચોમાં પંજાબની કેપ્ટનશિપ પણ કરી હતી. પરંતુ કોઈપણ મોરચે છાપ છોડવામાં નિષ્ફળ ગયા.

Topic | VTV Gujarati


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાને બહાર કરવાનો નિર્ણય લીધો છે. હાર્દિક ફરી પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરી રહ્યો છે. ગુજરાતની ટીમ સાથે સંકળાયેલા સૂત્રોએ આ સમાચારને સમર્થન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્મા અથવા જોફ્રા આર્ચરમાંથી કોઈ એકને રિલીઝ કરી શકે છે.

દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તાલિબાન અને ભારત સરકાર બંનેના સતત દબાણને જોતા દૂતાવાસને આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. દૂતાવાસે કહ્યું કે 8 અઠવાડિયાની રાહ છતાં રાજદ્વારીઓ માટે વિઝા લંબાવવામાં આવ્યા નથી અને ન તો ભારત સરકારના વર્તનમાં કોઈ ફેરફાર થયો છે. દૂતાવાસે ભારતમાં અફઘાન નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો જેમણે દૂતાવાસના કાર્યકાળ દરમિયાન તેમનો ટેકો આપ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ