બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Politics / mathura news fir filed against 4 persons in connection with offering namaz inside nanda bhavan temple complex mathura

વિવાદ / મથુરામાં મંદિરમાં નમાજ પઢવા મામલે 4 શખ્સો વિરુદ્ધ FIR, આ રીતે બનાવ્યો હતો પ્લાન

Dharmishtha

Last Updated: 02:05 PM, 2 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં ગત દિવસોમાં બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહેલા દિલ્હી નિવાસી ફૈજલ ખાન અને તેમના મિત્રએ નંદગાંમમાં નંદ ભવન મંદિર પરિસરમાં નમાજ પઢી અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ સંબંધમાં ચાર લાખ લોકોની વિરુદ્ધ કેસ દાખલ થયો છે. બીજી તરફ આ મામલા પર યૂપીના મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું કે આ અસામાજિક તત્વોનું કામ છે. આવા લોકો પર કડકાઈથી વર્તવું જોઈએ.

  • હાલમાં તેમની ધરપકડ કરવામાં આવી નથી
  • આ ઘટના બાદ સ્થાનીક લોકોમાં આક્રોશ ફેલાયો હતો
  • મંત્રી મોહસિન રજાએ કહ્યું કે મંદિરમાં નમાજ પઢવી યોગ્ય નથી

પોલીસના જણાવ્યાનુંસાર એક સેવાકર્મીની ફરિયાદ પર સ્થાનીય પોલીસે આરોપી ફૈજલ ખાન, તેના મુસ્લિમ મિત્ર અને 2 હિંદુ સાથીઓની વિરુદ્ધ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા, ધાર્મિક સંપ્રદાયોની વચ્ચે વૈમનસ્ય પૈદા કરવા, સમાજમાં આવો ભય પેદા કરવા, કે જેનાથી સ્થિતિ ખરાબ હોવાના અણસાર હોય અને ઉપાસના સ્થળને અપવિત્ર કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ત્યારે મથુરામાં મંદિરમાં નમાજ પઢવાની ઘટના પર યૂપીના યોગી સરકારના મંત્રી મોહસિન રજાએ કહ્યું કે મંદિરમાં નમાજ પઢવી યોગ્ય નથી. આ યુપીનો માહોલ ખરાબ કરવાનું કાવતરુ છે.

બરસાનાના પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ આઝાદ પાલ સિંહે જણાવ્યું કે નંદભવનના સેવાકોએ જણાવ્યું કે ગુરુવારે બપોરે 3 વાગે યુવક નંદ ભવન પહોંચ્યા હતા.  જેમાંથી એકે પોતાનો પરિચય દિલ્હી નિવાસી ફૈજલ ખાન રુપે આપ્યો હતો. તેણે તમામને જણાવ્યું કે તે પ્રસિદ્ધ કવિ રસખાનના સમાન ભગવાન કૃષ્ણમાં અગાઘ શ્રદ્ધા ધરાવે છે અને તેમનાથી જ અભિભૂત થઈને બ્રજ ચૌરાસી કોસની યાત્રા કરી રહ્યો છે. યાત્રામાં આવનારા તમામ ધર્મસ્થાનો પર દર્શન કરી રહ્યો છે.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે નંદભવનમાં નંદલાલા અને નંદ બાબાના પણ દર્શન કર્યા. એ બાદ જ્યારે ગોસ્વામીજન ઠાકુરજીને શયન કરાવીને મંદિરના પટ બંધ કરવા માટે અંદર જતા રહ્યા ત્યારે આ લોકોએ નમાજ પઢીને ફોટો લીધા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. આ પહેલા તેમણે ધર્મ ચર્ચામાં રામચરિત માનસની ચૌપાઈઓ પણ સંભળાવી હતી.

આઝાદ પાલ સિંહે જણાવ્યું કે રવિવારે મંદિરના સેવકોએ જાણકારીમાં આ ઘટના આવ્યા બાદ સ્થાનીક લોકોમાં આક્રોશ ફેલાયો હતો. આના પર મંદિરના સેવક કાન્હા ગોસ્વામીએ મંદિરમાં નમાજ પઢનારા ફૈજલ ખાન અને મોહમ્મદ ચાંજ અને તેમને પોતાની સાથે લાવનારા નીલેશ અને આલોકની વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ આઝાદ પાલ સિંહના જણાવ્યાનુંસાર ચારેય વ્યક્તિઓની વિરુદ્ધ 153(એ), 295 તથા 505 અંતર્ગત ફરિયાદ નોંધાયી છે. હાલમાં તેમની ધરપકડ કરવામાં આવી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Mathura namaz nanda bhavan નંદ ભવન નમાજ મથુરા Mathura
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ