બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Matha news for Saurashtra-Kutch in Skymet forecast: Monsoon still to wait

હવામાન અપડેટ / સ્કાયમેટની આગાહીમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે માઠા સમાચાર: ચોમાસા માટે હજુ જોવી પડશે રાહ, જુઓ કયારથી શરૂ થશે વરસાદ

Priyakant

Last Updated: 04:28 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Skymet Weather Forecast News: ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે અનુમાન કર્યું છે કે, પશ્ચિમી રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદ માટે રાહ જોવી પડશે

  • ગુજરાતમાં ચોમાસા અંગે સ્કાયમેટનુ અનુમાન
  • બિપરજોય વાવાઝોડાને લઈ ચોમાસુ ધીમુ પડ્યુઃ સ્કાયમેટ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં જૂનના અંત-જૂલાઈની શરૂઆતમાં પહોંચશે ચોમાસુઃ
  • આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશેઃ સ્કાયમેટ

રાજ્યમાં ચોમાસા અંગે સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે અનુમાન કર્યું છે કે, પશ્ચિમી રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદ માટે રાહ જોવી પડશે. આ સાથે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાને લઈ ચોમાસું ધીમું પડ્યું છે. જેને લઈ હવે વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા થનારા વિસ્તારોને વરસાદની રાહ જોવી પડશે. 

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી કંટાળી લોકો હવે કાગડોળે ચોમાસાની રાહ જોઈને બેઠા છે. આ દરમિયાન ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસાને લઈ અનુમાન કર્યું છે. સ્કાયમેટે કહ્યું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં જૂનના અંત અને જૂલાઈની શરૂઆતમાં ચોમાસું પહોંચશે. આ સાથે  પશ્ચિમી રાજસ્થાન, સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદ માટે થોડી રાહ જોવી પડશે તેવું પણ ઉમેર્યું હતું. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain-forecast' title='Rain forecast'>Rain forecast</a> in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

સ્કાયમેટ અનુસાર આજથી અહી પડશે વરસાદ 
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, ડાંગમાં સારો વરસાદ રહેશે. આ સાથે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવો વરસાદ રહેશે.

ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત આગમન થયું નથી, તેમ છતાં તેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ગઈકાલ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગોધરા અને માતરમાં નોંધાયો છે. ગોધરા અને માતરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ક્યાં કેટલો વરસાદ ? 
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાત 111 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ગોધરામાં 4 ઈંચ, માતરમાં 4 ઈંચ, લોધિકામાં 3.5 ઈંચ, આણંદમાં પોણા 3.5, દેસરમાં 3 ઈંચ, પેટલાદ અને ઉમરેઠમાં 2.5 ઈંચ ખાબક્યો છે. જ્યારે હાલોલ અને નડિયાદમાં સવા 2 ઈંચ, જેસર, કાલોલમાં પણ સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ સોજીત્રામાં 2 ઈંચ, ઉમરગામ અને ઠાસરમાં 2-2 ઈંચ, સાવલીમાં પોણા 2 ઈંચ, મહેમદાવાદમાં પોણા 2 ઈંચ, તારાપુરમાં પોણા 2 ઈંચ, મહુવામાં અને ઘોઘંબામાં પણ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ