બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Master plan ready to give first dose to children below 18 years, find out what Gujarat government is preparing "

તૈયારી / 18 વર્ષથી નાના બાળકોને પહેલો ડોઝ આપવા માસ્ટર પ્લાન તૈયાર, જાણો ગુજરાત સરકારની શું છે તૈયારી

Mehul

Last Updated: 05:12 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવાની કામગીરી. ગુજરાતમાં પણ 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી વેક્સિન આપવામાં આવશે.પહેલી તારીખથી બાળકોને રસી માટે રજીસ્ટ્રેશન થશે.

  • 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન
  • પહેલી તારીખથી રજીસ્ટ્રેશન કરાવો 
  • શાળામાં જ બાળકોને અપાશે વેક્સિન

દેશમાં 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. એટલે કે 15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી વેક્સિન આપવામાં આવશે.. બાળકોને ઝડપથી ડોઝ કેવી રીતે આપવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી.. પહેલી તારીખથી બાળકોને રસી માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.. શિક્ષણ વિભાગના સહયોગથી શાળામાં જઈને વેક્સિન આપવામાં આવશે. અને શાળામાં કેમ્પનું પણ આયોજન કરવામાં આશે.. આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલે જણાવ્યું કે 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવામાં આવશે.. તેના માટે આખો પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ ઉપરાંત હવે હેલ્થકેર વર્કર અને 60થી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.. જેમાં બીજો ડોઝ લીધાના 39 સપ્તાહ પૂર્ણ થયા હોય ત્યાર બાદ જ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.. આરોગ્ય વિભાગના આંકડા મુજબ 60થી વધુ ઉંમરના 13 લાખ લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. જ્યારે બાળકોને 100 ટકા વેક્સિન આપવામાં આવશે. જેમાં હર ઘર દસ્તક અભિયાનમાં પણ બાળકોનો સમાવેશ કરવામાં આવશે.  જ્યારે 6 લાખ 40 હજાર હેલ્થ કેર વર્કરને વેક્સિન અપાશે.

વડાપ્રધાને 25 મીએ શું કહ્યું હતું ?

પ્રધાનમંત્રીએ બાળકોના વેક્સીનેશનનું પણ એલાન કર્યું છે. 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચેના બાળકોનું વેક્સીનેશન શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું કે, 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચે જે બાળકો છે, તેમના માટે હવે દેશમાં વેક્સીનેશનની શરૂઆત થશે. આગામી વર્ષ એટલે 2022માં 3 જાન્યુઆરીએ સોમવારના દિવસથી આની શરૂઆત થઇ જશે.

પીએમ મોદીએ 25મી ડિસેમ્બર,2021ના રોજ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર દેશનું સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ડ્રાઈવની જાહેરાત  કરી હતી. તેમણે ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યાં છે. આવી પરિસ્થિતિઓમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે તેવી અપીલ પણ કરી હતી. તેમણે એ પણ કહ્યું ભારતે અત્યાર સુધીમાં 141 કરોડ રસીના ડોઝના અભૂતપૂર્વ અને ખૂબ મુશ્કેલ લક્ષ્યને પાર કર્યુ છે 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ