બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Massive change in Gujarat government recruitment, class-3 exam in two groups

BIG BREAKING / ક્લાસ-3ની પરીક્ષા બે ગ્રુપમાં, કોઈ વેઈટિંગ લિસ્ટ નહીં...: ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે ફેરફાર

Priyakant

Last Updated: 07:51 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Government Recruitment Examination News: સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય, ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર

  • ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષામાં મોટા ફેરફાર
  • વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા
  • પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ નહી કરાય જાહેર
  • ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું કરાયું જાહેર
  • વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે

ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. પ્રાથમિક માહિતી મુજબ હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય. આ સાથે ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે. 

રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. 

File Photo 

4 કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવાશે
મહત્વનું છે કે, જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. નોંધનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ