બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / masik rashifal october 2023 in gujarati october monthly horoscope from mesh to meen

માસિક રાશિફળ / તમારી રાશિ પ્રમાણે જાણૉ કેવો જશે ઓકટોબર મહિનો: આવા લોકો થઈ જશે માલામાલ, થશે ધનની વર્ષા જ્યારે આ રાશિ પર ભારે સંકટ

Manisha Jogi

Last Updated: 08:53 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબર 2023ની આજથી શરૂઆત થઈ છે. આ મહિને અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. કેટલીક રાશિના જાતકો માટે આ મહિનો શુભ સાબિત થશે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • ઓક્ટોબર 2023ની આજથી શરૂઆત
  • અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે
  • કેટલીક રાશિના જાતકો માટે આ મહિનો શુભ સાબિત થશે

ઓક્ટોબર 2023ની આજથી શરૂઆત થઈ છે. આ મહિને પિતૃપક્ષ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, નવરાત્રી જેવા તહેવાર છે, જેથી આ મહિનો ખૂબ જ ખાસ રહેશે. આ મહિને અનેક ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. કેટલીક રાશિના જાતકો માટે આ મહિનો શુભ સાબિત થશે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ઓક્ટોબર માસિક રાશિફળ
મેષ-
કરિઅરમાં આગળ વધવાની કોશિશ કરો. કામ અને પરિવાર વચ્ચે સંતુલન બની શકે છે. વડીલ તરફથી પ્રશંસા અને મદદ મળી શકે છે. પેટનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પાચનતંત્ર સંબંધિત સમસ્યા થઈ શકે છે. 

વૃષભ- પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. નોકરી અને બિઝનેસ મામલે નસીબ સાથ આપી શકે છે. અન્ય લોકોની વાતોમાં આવીને નિર્ણય ના લેવો. કાર્યક્ષેત્રે મુશ્કેલી આવી શકે છે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને સારું પરિણામ મળી શકે છે. 

મિથુન- નોકરિયાત વર્ગ માટે આ મહિનો સામાન્ય રહેશે. કામનું ભારણ ઓછું રહેશે. બગડેલા સંબંધ સુધરશે. સારા સમાચાર મળી શકે છે. સામાજિક સમ્માન પણ મળી શકે છે. પેમ સંબંધમાં સારું પરિવર્તન જોવા મળી શકે છે. 

કર્ક- આ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો શુભ રહેશે. જીવનસાથીની ઈચ્છા પૂર્ણ કરી શકો છો. પોતાના નિર્ણય પર વિશ્વાસ રાખો અને ધીરજથી કામ લો. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થઈ શકે છે. અંગત સમસ્યાનું નિવારણ આવવાનો યોગ બની રહ્યો છે. 

સિંહ- ઓક્ટોબર મહિનામાં ભાગ્ય ઉઘડી જશે. બિઝનેસ અને નોકરીમાં કંઈક નવું કરવાનું કોશિશ કરી શકો છો. સફળતા પ્રાપ્ત થશે અને પરેશાનીનો અંત આવશે. નોકરી અને ઘર પરિવાર વચ્ચેના તણાવનું નિવારણ આવી શકે છે. વિશ્વાસ સાથે આગળ વધો. સફળતા મળાવાનો યોગ બની રહ્યો છે. નોકરીમાં ટ્રાન્સફ અને પ્રમોશન મળી શકે છે. દાંપત્ય જીવન સુખમયી રહેશે. 

કન્યા- ઓક્ટોબર મહિનામાં ઉથલપાથલ રહેશે. કોઈ વ્યક્તિ મદદગાર સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગ જે પણ કામ કરશે, તેમાં સફળતા પ્રાપ્ત થશે. પોતાના માટે સમય કાઢી શકશો. કોઈપણ કોન્ટ્રાક્ટ સાઈન કરતા પહેલા સમજી વિચારીને નિર્ણય લેવો. 

તુલા- નફાકારક કામ શરૂ કરી શકો છો. તમામ પ્રકારના સામૂહિક કામકાજમાં સફળતા મળવાનો યોગ છે. મનની વાત ખુલીને રજૂ કરવી. બાળકો અને પરિવાર સાથે ફરવા જવાનો યોગ છે. નવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. 

વૃશ્વિક- ઓક્ટોબર મહિનો પ્રભાવશાળી રહેશે. અન્ય લોકોની જરૂરિયાત અને તેમની ઈચ્છાઓનું ધ્યાન રાખવું. સકારાત્મક બદલાવની તક મળી શકે છે. આશંકાઓ દૂર થશે. સંતાનની પ્રગતિથી ખુશી થશે. બિઝનેસમાં નવી યોજનાઓ બનવાનો યોગ છે. 

ધન- સારા સમચાર મળી શકે છે. ઓફિસ અને ફિલ્ડમાં સમજદારીપૂર્વક કામ લેવું. ઘરનો માહોલ સારો કરવાની કોશિશ કરો. ઓફિસમાં વ્યસ્તતા વધી શકે છે. મિત્રો સાથે સારા સંબંધ વિકસી શકે છે. સારા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. 

મકર- મહત્ત્વપૂર્ણ બાબતોમાં યોજના બનાવવી પડી શકે છે. અન્ય લોકોની વાત પહોંચાડવા માટે મધ્યસ્થી બનાવવામાં આવી શકે છે. નવી યોજનાઓ પ્રાપ્ત તઈ શકે છે. જે પણ કામની વિચારણાં કરી છે, તે કામ પૂર્ણ થઈ શકે છે. 

કુંભ- નવું કામ કરવાની વિચારણાં કરવી જોઈએ. પરેશાનીથી રાહત મળી શકે છે. આવનારા સમય બાબતે પ્લાનિંગ કરવામાં આવશે. જીવનમાં નવી ટેકનિક શામેલ થઈ શકે છે. નવું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો નવું કામ શરૂ કરી દેવું જોઈએ. 

મીન- આ રાશિના જાતકોને શુભ અવસર મળી શકે છે. ધીરજથી કામ લેવું. ખુદ પર વિશ્વાસ રાખો. અન્ય લોકોની જરૂરિયાત સમજવાની કોશિશ કરો. વિશ્વાસપાત્ર વ્યક્તિઓની મદદ મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ