બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mary millben touch feet of pm modi after singing national anthem watch video

Mary Millben / VIDEO: જાણો કોણ છે આ ઈન્ટરનેશનલ સિંગર મિલબેન, જેમણે ગાયું ભારતનું રાષ્ટ્રગાન, PM મોદીના કર્યા ચરણસ્પર્શ

Arohi

Last Updated: 01:02 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mary Millben Touch PM Modi Feet: અમેરિકી સિંગર મેરી મિલબેને વોશિંગટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડિંગમાં ભારતનું રાષ્ટ્રગાન ગાયુ અને તેના બાદ PM મોદીના ચરણ સ્પર્શ કર્યા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • મેરી મિલબેને ગાયુ રાષ્ટ્રગાન 
  • બાદમાં PM મોદીના ચરણ સ્પર્શ કર્યા 
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના અમેરિકી પ્રવાસ પર છે. જ્યાં આજે છેલ્લા દિવસે PM મોદીએ અપ્રવાસી ભારતીયઓના સમુદાયને સંબોધિત કર્યા. આ સમારોહમાં અમેરિકી સિંગર મેલી મિલબેને ભારતનું રાષ્ટ્રગીત ગાયુ અને PM મોદીના ચરણ સ્પર્ષ કર્યા. મેરીનો આ અંદાજ દરેક ભારતીયના દિલને સ્પર્શી ગયો. મેરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

મેરી મિલબેને PM મોદીના સમાપન સમારોહમાં ભાગ લેવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે અહીં આવીને ખૂબ જ સન્માનિત અનુભવી રહી છે. મેરીએ સુદર અવાજમાં જ્યારે રાષ્ટ્રગીત ગાયુ અને તેના બાદ નમીને PM મોદીના ચરણ સ્પર્શ કર્યા તો ખૂબ તાલીઓનો ગડગડાળ સાંભળવા મળ્યો. 

જેવું મેરીએ રાષ્ટ્રગીત પુરૂ કર્યું તો PM મોદી તેમના હાથ મિલાવવા માટે આગળ વધ્યા. પરંતુ મેરીને ઝુકતા જોઈ PM મોદીએ પોતે ઝુકીને તેમને રોકી દીધા અને ખૂબ ઉત્સાહથી હાથ મિલાવ્યો. હવે મેરીના આ અંદાજ અને PM મોદીના આ જેસ્ચરના ભારત જ નહીં આખા અમેરિકામાં પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. 

મેરી મિલબેને PM મોદીના કર્યા વખાણ 
અવોર્ડ વિનિંગ ઈન્ટરનેશનલ સિંગર મેરી મિલબેને PM મોદીના ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું કે PM મોદી અદ્ભૂત અને દયાળુ વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે તેના પહેલા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પણ મેરી મિલબેન PM મોદીના સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજીત યોગ કાર્યક્રમમાં શામેલ થયા હતા. 

કોણ છે મેરી મિલબેન? 
મોરી પોતાના ગીતોના કારણે ભારતમાં ખૂબ જ ફેમસ છે. આ પહેલા મેરી વિષ્ણુ ભગવાનની આરતી 'ઓમ દય જગદીશ હરે' પણ ગાઈ ચુકી છે. દિવાળીના અવસર પર આ ગીત ખૂબ ફેમસ થયું હતું. ત્યાં જ ભારતના 74માં સ્વાતંત્રતા દિવસ પર પણ મેરીએ રાષ્ટ્રગીત ગાઈને વાહવાહી લૂટી હતી. 

ત્યાં જ વર્ષ 2022માં પણ મેરીને ભારત બોલાવવામાં આવ્યા હતા. મેરીને 76માં સ્વાતંત્રતા દિવસ પર રાષ્ટ્રગીત પ્રસ્તુત કરવા માટે બોલાવવામાં આવી હતી. મેરી એવી પહેલી અમેરિકી-આફ્રીકી કલાકાર બની જેમણે ભારતના સ્વતંત્રતા દિવસ પર પોતાની પ્રસ્તુતી આપી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ