બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 'Mari Mati, Maro Desh' campaign complete: 21 lakh people took the Panchapran Pledge

વીરોને વંદન / ‘મારી માટી, મારો દેશ’ અભિયાન સંપન્ન: 21 લાખ લોકોએ લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા, ગુજરાતભરમાં આટલી શિલાફલકમ-પથ્થરની તક્તી લાગી

Vishal Khamar

Last Updated: 07:35 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘મારી માટી, મારો દેશ’ અભિયાન ઉત્સાહભેર સંપન્ન રાજ્યમાં તા.૦૯ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ૧૪ હજારથી વધુ ગામો, ૨૪૮ તાલુકા, ૧૫૭ નગરપાલિકા તેમજ ૦૮ મહાનગરપાલિકા કક્ષાએ કુલ ૨૧ લાખથી વધુ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી.

  • ૨૧ લાખથી વધુ નાગરિકો રાષ્ટ્રગાન-ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થયા
  • દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનાં સ્થળોએ ૧૫ લાખથી વધુ નાગરિકોએ સેલ્ફી લીધી
  • વસુધા વંદન કાર્યક્રમમાં રાજ્યભરમાં કુલ ૧૨ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરાયું

'આઝાદી કા અમૃત મહોત્સવ'ને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં 'મારી માટી, મારો દેશ' અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યભરમાં તા.૦૯ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ગ્રામીણ, તાલુકા અને શહેરીકક્ષાએ ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યઓ, ધારાસભ્યઓ, સાંસદઓ, સ્થાનિક મહાનુભાવો-આગેવાનો, અધિકારીઓ તેમજ નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ થીમ આધારિત દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૪,૬૦૭ ગામો, ૨૪૮ તાલુકા પંચાયત, ૧૫૭ નગરપાલિકા તેમજ ૦૮ મહાનગરપાલિકા કક્ષાએ કુલ ૨૧,૨૮,૧૦૫ નાગરિકોએ સહભાગી થઇને પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.

 સુરત, બનાસકાંઠા, દાહોદ અને નર્મદા જિલ્લામાં ૧-૧ લાખથી વધુ નાગરિકો જોડાયા
‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ બે લાખથી વધુ નાગરિકો સાથે રાજ્યમાં કુલ ૨૧,૦૧,૦૮૫ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં સુરત, બનાસકાંઠા, દાહોદ અને નર્મદા જિલ્લામાં ૧-૧ લાખથી વધુ નાગરિકો જોડાયા હતા. રાજ્યભરમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનાં સ્થળોએ ૧૫,૫૮,૧૬૬ નાગરિકોએ સેલ્ફી લીધી છે.

વીર વંદના કાર્યક્રમ હેઠળ કુલ ૨૯,૯૨૫ વીરો-વીરાંગનાઓ-પરિવારોને સન્માનિત 
પર્યાવરણની જાળવણીના હેતુ સાથે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ૧૬,૩૩૬ વૃક્ષારોપણના સ્થળો-અમૃત વાટિકાઓમાં ૧૨,૨૮,૦૨૫ રોપાઓનું વાવેતર કરાયું છે. આ અભિયાન દરમિયાન વિવિધ સ્થળોએ ૧૫,૧૩૬ શિલાફલકમ-પથ્થરની તક્તીનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. જ્યારે વીર વંદના કાર્યક્રમ હેઠળ કુલ ૨૯,૯૨૫ વીરો-વીરાંગનાઓ-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે.   

 ‘મારી માટી, મારો દેશ‘ અભિયાનમાં બાળકો, યુવાઓ તેમજ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં તા. ૦૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં તેમજ તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ ૨૦૨૩ દરમિયાન તાલુકા કક્ષાએ ‘મારી માટી, મારો દેશ‘ અભિયાન યોજાયું હતું. જેમાં બાળકો, યુવાનો, ભાઈઓ, બહેનો તેમજ વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈને દેશભક્તિના આ અભિયાનને સફળ બનાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ