બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Mard log jis tarikey se roz-roz...': Nitish Kumar's remarks on population control sparks row

રાજનીતિમાં ગરમાવો / VIDEO : મહિલાઓ સામે CM નીતિશ કુમાર ભાન ભૂલ્યા, વસતી વધારા પર કરી અશ્લીલ કોમેન્ટ

Hiralal

Last Updated: 05:19 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશાલીમાં સમાધાન યાત્રામા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની જીભ લપસી હતી અને તેમણે વસતી વધારા પર અશ્લિલ કોમેન્ટ કરી નાખી હતી.

  • વૈશાલીમાં સમાધાન યાત્રામાં ભાન ભૂલ્યા બિહારના સીએમ નીતિશ કુમાર 
  • વસતી નિયંત્રણ પર આપ્યું અશ્લિલ અને વાંધાજનક નિવેદન 
  • કહ્યું વસતી વધારો કાબૂમાં નહીં આવે, પુરુષો સમજતા નથી 

બિહારમાં સમાધાન યાત્રા કરી રહેલા સીએમ નીતિશ કુમારે વૈશાલી જિલ્લામાં એક સભાને સંબોધતા વસતી વધારા પર મહિલાઓની સામે અશ્લિલ અને અત્યંત વાંધાજનક ટીપ્પણી કરીને વિવાદમાં ઘેરાયા છે. 

જીવિકા દીદીઓને સંબોધિત કર્યા ભાન ભૂલ્યા નીતિશ 
વૈશાલીના બીકા ખાતે જીવિકા દીદીઓને સંબોધિત કરી રહ્યા હતા. ફર્ટિલિટી રેટ જાગૃકતા પર બોલતાં તેમણે કહ્યું કે જો મહિલાઓ ભણીગણીને હોશિયાર થશે તો તેમણે વધુ બાળકો પેદા ન કરવા જોઈએ તેવું જરુરથી લાગશે પરંતુ આજકાલની મહિલા શિક્ષિત નથી અને સામે પક્ષે પુરુષોને કંઈ ભાન નથી, તેઓ રોજ રોજ કરે જાય છે પરંતુ તેમને ખબર નથી કે કંઈ રોજરોજ બાળકો પેદા કરવાના નથી. નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં જનસંખ્યા નિયંત્રણમાં નહીં આવે કારણકે પુરુષ જવાબદારી નથી લેતા જ્યારે મહિલાઓ અશિક્ષિત છે. 

ભાજપે નીતિશ કુમારને બરાબરના ઘેર્યાં 
ભાજપ નેતા સમ્રાટ ચૌધરીએ નીતીશ કુમારનાં આ નિવેદન પર પસ્તાળ પાડતાં કહ્યું કે નીતીશે બિહારની ઈમેજ ખરડી છે. 
 બિહાર વિધાનપરિષદમાં વિપક્ષ નેતા સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો કે તેમણે જાહેરમાં અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. ચૌધરીએ ટ્વિટ કર્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા અભદ્ર શબ્દોનો પ્રયોગ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા છે. આવા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને તેમણે મુખ્યમંત્રી પદની ગરિમા લજવી છે. 

બિહારમાં વસતી વધારો ભયાનક સમસ્યા

ઉલ્લેખનીય છે કે બિહારમાં વસતી વધારો ભયાનક સમસ્યા છે. સરકાર વસતી વધારાને નાથવા માટે અનેક પગલાં ભરી રહી છે. જોકે નીતિશ કુમારનો ઈરાદો સારો હતો પરંતુ વસતી વધારા પર તેમણે જે પ્રકારની ભાષા વાપરી તે અભદ્ર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ