બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Many people, including policemen, were injured when stones were hurled at a Hanuman Jayanti procession in Delhi

હિંસા / દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, પોલીસકર્મી સહિત ઘણા લોકો ઘાયલ

Hiralal

Last Updated: 08:58 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લ્હીના જહાંગીરપુર વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં હિંસાની ઘટના બનતા ભારેલો અગ્નિ સર્જાયો હતો.

  • દિલ્હીના જહાંગીરપુર વિસ્તારની ઘટના
  • હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો
  • પોલીસકર્મી સહિત ઘણા લોકો ઘાયલ

હનુમાન જયંતી પર દિલ્હીના જહાંગીર પુરીમાં મોટી બબાલ થઈ હતી. જહાંગીર પુરીમાં જ્યારે હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે કેટલાક અસમાજિક તત્વો પથ્થમારો શરુ કરી દીધો હતો. તોફાની તત્વોએ અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ઘટનાને કાબુમાં લેવા માટે આવેલી પોલીસ પર પણ તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ઘાયલ થયેલા લોકોને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. 

પથ્થરમારા બાદ ઉપદ્રવીઓએ આગચંપી પણ કરી

પથ્થરમારા બાદ ઉપદ્રવીઓએ આગચંપી પણ કરી છે. આ સાથે તલવાર અને ગોળીઓ પણ ચાલી હોવાનું બહાર આવ્યું છે. હુમલા બાદ આ વિસ્તારમાં ભારેલો અગ્નિ સર્જાયો હતો. આ ઘટના જહાંગીરપુરીના કુશલ સિનેમા પાસે બની હતી.   ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. દળ આ વિસ્તારમાં કૂચ કરી રહ્યું છે. અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

હિંસામાં શું થયું 

  • હનુમાન જયંતિની શોત્રાયાત્રા પર પથ્થરમારો
  • તોફાનીઓએ પોલીસ પર કર્યો પથ્થરમારો
  • પોલીસકર્મી સહિત ઘણા લોકો ઘાયલ
  • બે વાહનોમાં આગચંપી કરાઈ
  • એક દુકાનને આગને હવાલે કરાઈ

હનુમાન જયંતીની શોભાયાત્રા પર ઇસ્લામિક ઉગ્રવાદીઓએ હુમલો કર્યો- વિશ્વ હિંદુ પરીષદ 

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હનુમાન જયંતીની શોભાયાત્રા પર ઇસ્લામિક ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં ફાયરિંગ અને પથ્થરમારાના પણ સમાચાર આવ્યા હતા, જેમાં પોલીસકર્મીઓ સહિત અનેક ઘાયલ થયા હોવાનું કહેવાય છે.વિહિપના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વીટ કર્યું, "દિલ્હીના જહાંગીરપુરીમાં #हनुमान જન્મ જયંતીના સરઘસ પર ઇસ્લામિક જેહાદીઓ પથ્થરમારો, તલવારો અને ગોળીઓ ચલાવે છે.

ઘણી ગાડીઓમાં તોડફોડ

તોફાનીઓ આ દરમિયાન ઘણી ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસે જ્યારે ઘટના સ્થળે જ પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર પણ બદમાશોએ હુમલો કર્યો હતો. 

હનુમાન જન્મોત્સવ પર થયેલો પથ્થરમારો આતંકી હરકત

ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે દિલ્હીના જહાંગીર પૂરીમાં હનુમાન જન્મોત્સવ પર થયેલો પથ્થરમારો આતંકી હરકત છે. બાંગ્લાદેશી ઘુસણખોરોની બસ્તી હવે ભારતના નાગરિકો પર હુમલો કરવાની હિંમત કરવા લાગી છે. તેમના એક એક કાગળ ચેક કરીને ગેર કાયદેસર ઘુસણખોરોને દેશમાંથી બહાર કાઢવા હવે જરુરી બની ગયા છે. 

દિલ્હી સીએમ કેજરીવાલે કરી શાંતિની અપીલ

દિલ્હીના સીએમ કેજરીવાલે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. કેજરીવાલે કહ્યું કે શાંતિ રાખ્યા વગર દેશની પ્રગતિ નહીં થાય. તેમણે એવું પણ કહ્યું કે રાજધાની દિલ્હીમાં શાંતિ જાળવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. લોકોએ શાંતિ જાળવી રાખવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ