બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / many denied ladn ownership for years says pm in assam

સંબોધન / મિશન બંગાળ પહેલા આસામમાં PM મોદીઃ જમીનનો પટ્ટો મળતા કેન્દ્રની યોજનાઓનો લાભ મળશે

Divyesh

Last Updated: 12:43 PM, 23 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ જતા પહેલા આસામના શિવસાગરમાં 1 લાખ 6 હજાર લોકોને જમીનના પટ્ટા આપ્યાં.

  • આસામના શિવસાગર ખાતે PM મોદીનું સંબોધન
  • જમીનનો પટ્ટો મળતા કેન્દ્રની યોજનાઓનો લાભ મળશે
  • પહેલાની સરકારોમાં આદિવાસીઓની તકલીફ એ પ્રાથમિકતા ન હતી

સબકા સાથ-સબકા વિકાસ, સબકા વિશ્વાસ અમારો મંત્ર

પીએમ મોદીએ કહ્યું સબકા સાથ-સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર પર ચાલી રહી છે અમારી સરકાર આસામના દરેક ભાગમાં, દરેક વર્ગને ઝડપથી વિકાસનો લાભ પહોંચાડવામાં લાગેલી છે. ચાની જનજાનતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે ચાની જનજાતિના ઘરોને શૌચાલય જેવી મૂળ સુવિધાઓ સાથે જોડવામાં આવી રહ્યાં છે. 
 


નોર્થ ઇસ્ટની કનેક્ટિવીટી અને બીજા ઇન્ફ્રાસ્ટ્રકચનો અભૂતપુર્વ વિસ્તાર

પીએમ મોદીએ કહ્યું કે આજે અમારી સરકાર આસામની જરૂરિયાતની ઓળખ કરીને દરેક જરુરી પ્રોજેક્ટ પર તેજીથી કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે 6 વર્ષોમાં આસામ સહિત પૂરા નોર્થ ઇસ્ટની કનેક્ટિવિટી અને બીજા ઇન્ફ્રાસ્ટ્રકચરનો અભૂતપૂર્વ વિસ્તાર પણ થઇ રહ્યો છે. આધુનિકતા પણ આવી રહી છે. 
 


1.06 લાખ લોકોને જમીનના પટ્ટા

આસામના શિવસગારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 લાખ 6 હજાર આસામના ભૂમિહીન લોકોને જમીનનો પટ્ટો આપ્યો છે. આ અવસર પીએમએ ત્યાં એક જનસભાને સંબોધન કર્યું અને કહ્યું કે આ ધરતી આપણી માતાના સમાન છે. 

આ જમીન સામે લોન લઇ શકશો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે આ પરિવારોને પણ ખેડૂત સમ્માન નિધિ યોજનાનો લાભ મળશે અને તેમના ખાતામાં સીધા રુપિયા ટ્રાન્સફર થશે. આ પરિવાર આ જમીનની સામે બેંકમાંથી લોન પણ લઇ શકશે. 

જન-ધન ખાતામાંથી સીધા તમારા ખાતામાં રુપિયા ગયા

પીએમ મોદીએ કહ્યું કે આસામમાં પોણા બે કરોડ લોકોએ જન ધન ખાતા ખુલ્યાં છે. આ લોકોને કોરોના કાળ દરમિયાન સીધા રૂપિયા આપવામાં આવ્યાં. પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે આસામ અને પૂર્વોત્તરનો તેજીથી વિકાસ જરુરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Assam PM modi આસામ પીએમ મોદી PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ