બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Manoj Tiwari said Hardik Pandya OUT, Rohit Sharma can be made the captain again

IPL 2024 / 'હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટન્સી છીનવાઈ જશે..!',પૂર્વ ક્રિકેટરના આ નિવેદનને સાંભળી રોહિતના ફેન્સ થયા ખુશ

Megha

Last Updated: 01:13 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MIને પાંચ વખત ખિતાબ અપાવનાર રોહિત આ સિઝનમાં માત્ર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે, એ વાત ચાહકોને પસંદ આવી નથી. હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે શું હાર્દિક પાસેથી કેપ્ટન્સી છીનવી લેવાશે?

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં સતત ત્રણ મેચ હારી ગઈ છે. લોકો કહી રહ્યા છે કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની હાલત દયનીય બની ગઈ છે. હવે એ વાત તો જાણીતી જ છે કે સીઝનની શરૂઆત પહેલા જ હાર્દિકને રોહિત શર્માના સ્થાને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ચાહકોમાં ઘણો ગુસ્સો છે. 

સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ મેચના પરિણામ બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું હાર્દિક પંડ્યા પાસેથી કેપ્ટન્સી છીનવી લેવાશે? પોતાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ખિતાબ અપાવનાર રોહિત શર્મા આ સિઝનમાં માત્ર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે, એ વાત ચાહકોને શરૂઆતથી જ પસંદ આવી નથી. એવામાં એક ભૂતપૂર્વ ક્રિકેટરે આ વિશે મોટું નિવેદન આપ્યું છે. 

ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું કે રોહિત શર્માને ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેણે આ નિવેદન મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ હારી ગયા બાદ આપ્યું હતું. મનોજ તિવારીએ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે જે રીતે શરૂઆત કરી છે અને તેને સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તેને જોતા રોહિત શર્માને ફરીથી સુકાનીપદ સોંપવામાં આવી શકે છે.

એક વાતચીત દરમિયાન મનોજ તિવારી અને વિરેન્દ્ર સેહવાગે આ મેચના પરિણામ અંગે ચર્ચા કરી હતી અને આ દરમિયાન મનોજ તિવારીએ કહ્યું, 'હું બહુ મોટી વાત કહેવા જઈ રહ્યો છું. આગામી મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને છ દિવસનો બ્રેક મળ્યો છે અને એવી પણ શક્યતા છે કે આ છ દિવસમાં હાર્દિક પંડ્યા તેની કેપ્ટનશિપ ગુમાવી શકે છે. હાર્દિકે કેપ્ટનશિપમાં ભૂલો કરી છે અને તે દેખાઈ પણ રહી છે. 

વધુ વાંચો: શાનદાર ઇનિંગ બાદ ચાહકોએ ધોનીને કરી કઇંક આવી રિક્વેસ્ટ.. તો માહીએ પણ માની વાત, વિડીયો વાયરલ

જોકે, વિરેન્દ્ર સેહવાગ મનોજ તિવારી સાથે સહમત હોય તેવું લાગ્યું ન હતું. સેહવાગે કહ્યું કે તમે આ વાત ઘણી જલ્દી કરી દીધી છે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ પાંચ મેચ હાર્યા બાદ પણ ટાઈટલ જીતી ચૂક્યું છે અને હાર્દિકને હજુ થોડી વધુ મેચમાં મોકો મળવો જોઇએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news Manoj Tiwari Rohit Sharma IPL 2024 IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ