બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Manoj Agarwal's replacement after the scuffle, as the new police commissioner of Rajkot

હવે કોણ ? / તોડકાંડ બાદ મનોજ અગ્રવાલની બદલી, રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે આ નામ મોખરે

Mehul

Last Updated: 07:41 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના બહુ ચર્ચિત તોડ્કાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે.કે નવા પોલીસ કમિશનર કોણ બનશે ? કેટલાક નામ ચર્ચામાં

  • રાજકોટમાં નવા પોલસ કમિશનર કોણ ? ચર્ચા 
  • રાજુ ભાર્ગવ સહિતના નામ ભારે ચર્ચામાં 
  • તોડકાંડ બાદ મનોજ અગ્રવાલની કરાઈ બદલી 


રાજકોટના બહુ ચર્ચિત તોડ્કાંડની તપાસ અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ હવે નવી ચર્ચાએ વેગ પકડ્યો છે.કે નવા પોલીસ કમિશનર કોણ બનશે ? રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રવિવારે સાંજે જ જૂનાગઢ પોલીસ તાલીમમા  બદલી કરી નાખવામાં આવી હતી. હવે ટૂંકમાં જ રાજકોટમાં નવા પોલીસ કમિશનર આવશે. અત્યારે તો માત્ર અટકળો લગાવાઈ રહી છે કે, પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવનું નામ મોખરે છે. આ ઉપરાંત નીરજા ગોટરૂ, નરસિમ્હા કોમર, રાજકુમાર પાંડિયનનું નામ ચર્ચામાં છે. 

રવિવારે કરવામાં આવી બદલી 

ગુજરાતભરના પોલીસ બેડા સહીત રાજકીય ક્ષેત્રે ચકચાર જગાવનારા રાજકોટના પોલીસ તોડકાંડમાં શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની આખરે બદલી કરી દેવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ વિકાસ સહાય તપાસ કરી રહ્યા હતા. જેનો તપાસ રિપોર્ટ આજે ગૃહ વિભાગને સોંપાયા બાદ તાત્કાલિક બદલીના આદેશ છૂટ્યા છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જૂનાગઢ SRP એડીશનલ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપાઇ છે. 

શો હતો મામલો ? 

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ બેડાના કહેવાતા 'બડે ખાં' સામે દમદાટી,ધમકી, બળજબરીથી ચેક લખાવી લેવા, જમીન પચાવવા કે દબાણ કરી જમીનના નાણા વસૂલવા જેવા આરોપોની એક તરફ તપાસ ચાલી રહી છે ત્યાં જ બીજી બાજુ કેટલાક નેતાઓ પણ આ જ ધંધો લઈને બેઠા હોવાનો આરોપ  થતા સનસનાટી મચી ગઈ છે. રાજકોટમાં પોલીસ બાદ હવે રાજકીય આગેવાનો પર આક્ષેપો થવા શરુ થયા છે. જેમાં ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર સામે જમીન કૌભાંડનો આક્ષેપ કરવમાં આવ્યો છે. રાજકોટમાં કરોડો રૂપિયાની વાવડીની જમીન અંગે 2 રાજકીય આગેવાનો પર આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે. આ કેસમાં નરેન્દ્ર સોલંકી અને રાજુ બોરીચા સામે ફરિયાદીઓએ કેટલીક ચોંકાવનારી રજૂઆતો કરી છે.

રસ્તો 'ક્લીયર'હવે ઉતરશે બદલીઓનો 'ઘાણવો'

રાજકોટના પોલીસ કમિશનર સામે કમિશન કાંડના ઘેરા પડઘા પડતા, રાજ્યના ગૃહ વિભાગે પોલીસ બેડામાં મોટા પાયે બદલીનો'ઘાણવો' અટકાવી દીધો હતો. સરકાર માટે પહેલો પ્રશ્ન એ હતો કે, મનોજ અગ્રવાલને ક્યા મુકવા ? જ્યાં સુધી તેમના પોસ્ટીગનો  નિકલા ના થાય ત્યાં સુધી અન્ય બદલીઓ શક્ય નહોતી. કારણ કે તેમાં સરકારે પોતાની સાખ બચાવવાની હતી. હવે જ્યારે મનોજ અગ્રવાલને જુનાગઢ SRP એડીશનલ ડિરેક્ટર તરીકે મૂકી દેવાયા છે ત્યારે, રાજ્ય સરકારનો માર્ગ મોકળો થઇ ગયો છે. ટૂંક જ સમયમાં  અમદાવાદ, વડોદરાના પોલીસ કમિશ્નર ઉપરાંત રેંજ આઈ જીની બદલીઓ થવાની પૂરી સંભાવનાઓ છે.અંદાજે 60 થી વધુ પોલીસ અધિકારીઓની બદલીઓ તોળાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, 2022નું વર્ષ ગુજરાત માટે વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે ત્યારે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુચારુ-સુદ્રઢ બને તે માટે સરકાર દ્વારા સંનિષ્ઠ પ્રયાસના ભાગરૂપ પણ બદલીઓ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ