બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / mangal shani samsaptak yoga made from 1 july to 18 august 2023

Samsaptak Yoga 2023 / મંગળનું સિંહમાં ગોચર: આવતા મહિનેથી આ 5 રાશિના જાતકો રહે સાવધાન, બની રહ્યો છે 'સમસપ્તક યોગ'

Bijal Vyas

Last Updated: 07:57 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Samsaptak Yoga 2023: સિંહ રાશિમાં મંગળની હાજરી અને કુંભ રાશિમાં શનિના બિરાજવાથી સમસપ્તક યોગ બનાવશે, જે અશુભ સાબિત થઈ શકે છે.

  • 1 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી મંગળ સિંહ રાશિમાં રહેશે
  • મંગળ અને શનિ સામસામે હોવાના કારણે સમસપ્તક યોગ બનશે
  • બિનજરુરી ખર્ચ પર નિયંત્રણ રાખો

Samsaptak Yoga 2023: જુલાઈ 2023માં મંગળની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. 1 જુલાઈએ મંગળનું સંક્રમણ સિંહ રાશિમાં સવારે 02:37 કલાકે થશે. 1 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી મંગળ સિંહ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં આવે તો મંગળ ઉગ્ર બની શકે છે. આ સાથે સિંહ રાશિ માં મંગળની હાજરી અને કુંભ રાશિમાં શનિની હાજરી સમસપ્તક યોગ બનાવશે, જે અશુભ સાબિત થઈ શકે છે. મંગળ અને શનિ સામસામે હોવાના કારણે સમસપ્તક યોગ બનશે. સમસપ્તક યોગના કારણે ધનહાનિ થઈ શકે છે, સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આવો છે કે, કઈ 5 રાશિઓએ સમસપ્તક યોગથી સાવચેત રહેવાની જરૂર છે.

સમસપ્તક યોગ 2023 આ રાશિઓ પર નકારાત્મક પ્રભાવ 
મેષઃ
મંગળ અને શનિના કારણે બનેલા સમસપ્તક યોગને કારણે તમારી રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. વાહન સાથે અકસ્માત થવાની સંભાવના છે, વાહન સાવધાનીથી ચલાવો. લવ લાઈફમાં પણ મુશ્કેલી આવી શકે છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. પેટની સમસ્યા પરેશાન કરી શકે છે. ખાવાપીવામાં સંયમ રાખો.

Topic | VTV Gujarati

કર્કઃ સમસપ્તક યોગના કારણે તમે 1 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી પરેશાન પણ રહી શકો છો. વાણી પર સંયમ રાખવો પડશે નહીંતર કામ બગડી શકે છે. જે લોકો નોકરી કરે છે અથવા વ્યવસાય કરે છે તેઓએ વાદ-વિવાદમાં ન પડવું જોઈએ. કામથી કામ કરતા રહો. વધુ પડતી વાત કરવાથી તમારા માટે ખોટી ધારણા બંધાઇ શકે છે.

કન્યાઃ આ રાશિના જાતકોને ધન સંકટનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, બિનજરુરી ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો લોન લેવાની સ્થિતિ આવી શકે છે. કોઈપણ રોકાણ સમજી-વિચારીને કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તણાવ દૂર કરવા યોગ કરો.

મકરઃ સમસપ્તક યોગમાં પણ તમારે સાવધાન રહેવું જોઈએ. વાહન સાવધાનીથી ચલાવો, પારિવારિક મતભેદના કારણે મન અશાંત રહેશે. ઘરમાં વાદ-વિવાદને કારણે તણાવ હાવી થઈ શકે છે. આ દરમિયાન તમારી આવક તો હશે જ, પરંતુ ખર્ચાઓ પણ બેહિસાબી રહેશે.

Topic | VTV Gujarati

મીન: નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ નહીં મળે, તે તેમને પરેશાન કરશે. જો કે તમારે તમારી વિચારસરણી અને વર્તન બદલવું પડશે. 1 જુલાઇ અને 18 ઓગસ્ટની વચ્ચે તમારામાં અહંકારની ભાવના વધી શકે છે. તેનાથી તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ