બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Man loses 21 lakhs while completing task on Telegram, police nabs gang of six

ચેતીજજો / 75 હજાર ભરો અને 97 હજાર લઈ જાઓ: ટેલિગ્રામ પર ટાસ્ક પૂરા કરવાના ચક્કરમાં શખ્સે 21 લાખ ગુમાવ્યા, પોલીસે છ લોકોની ગેંગ ઝડપી

Vishal Khamar

Last Updated: 06:37 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામં ટેલિગ્રામ પર રોકાણનાં નામે છેંતરપિંડી કરતી સાયબર ગેંગ ઝડપાઈ છે. જેમાં આરોપીઓ ટાસ્ક પૂરા કરવાનાં બહાને એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લેતા હતા. સાયબર ક્રાઈમ ટીમે આ ટોળકીનાં 6 સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ટેલિગ્રામ પર રોકાણના નામે છેતરપિંડી કરતી સાયબર ગેંગ ઝડપાઈ
  • સાઇબર ક્રાઇમે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરથી ટોળકીના 6 સભ્યોને ઝડપ્યા
  • તપાસમાં 22 કરોડથી વધુના વ્યવહાર કરાયા હોવાનું સામે આવ્યું

વડોદરાનાં કારેલીબાગ વિસ્તારમાં રહેતો શખ્શ દ્વારા ટેલીગ્રામ પર જોબ આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારે આરોપીઓ દ્વારા એરોઝ મીડિયા વર્લ્ડ નામની વેબસાઈટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પુરા કરવાનાં બહાને એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લેતા હતા. જેમાં એક નાગરિકને આપવામાં આવેલ ટાસ્કમાં 75 હજારનાં રોકાણ સામે 97 હજાર 200 નું વળતર આપી વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ યુવક વિશ્વાસમાં આવી અલગ અલગ ટાસ્ક પૂરા કરી  વધુ વળતરની લાલચે નાગરિકે 21 લાખથી વધુની રકમ ગુમાવી હતી. જે બાદ ફરિયાદીને માલુમ પડ્યું કે તેની સાથે છેતરપીંડી થઈ છે. આ બાબતે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરની ટોળકીનાં 6 સભ્યોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી
ઝડપાયેલા તમામ આરોપીઓ જીગર શુક્લ, જતીન પટેલ, સંદીપ પંડ્યા, પ્રદ્યુમ્ન વાઘેલા, રિયાઝ પઠાણ, ખાલિદ પઠાણની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી જીગર શુક્લના ડમી બેંક એકાઉન્ટમાંથી 6 કરોડનાં વ્યવહારો મળી આવ્યા હતા. આરોપીઓએ હોંગકોંગ, UAE, કંબોડિયામાં પણ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા કરાયેલ તપાસમાં 22 કરોડથી વધુનાં વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે. 

સાયબર ક્રાઈમ દ્વારા નાગરિકોએ કેવી રીતે સાવચેતી રાખવી તે જણાવ્યું

  • કોઈ પણ નાગરિક દ્વારા પાર્ટ ટાઈમ કે પૈસાનું થોડું વળતર આપીને વધુ રોકાણ કરવાની લોભામણી જાહેરાતમાં ફસાવું નહી. તેમજ તેની ચકાસણી કર્યા વગર વ્યવહારો કરવા નહી. 
  • તેમજ પોતાનું બેંક એકાઉન્ટ કે ખાતું કોઈ પણ વ્યક્તિને લલાચમાં આવીને વાપરવા આપવું જોઈએ નહી.
  • તમારી આસપાર કોઈ વ્યક્તિ કે એજન્ટ બેંક ખાતાએ કે સીમકાર્ડ ભાડે કે અન્ય બહાને માંગતા હોય તો તુરંત જ નજીકનાં પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમને જાણ કરવી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ