બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Mama and two nephews killed in car collision in Jasdan

રાજકોટ / જસદણમાં કારની ટક્કરે મામા અને બે ભાણેજના કંપારી ભર્યા મોત, ઓવર સ્પીડે બાઈકને હવામાં ફંગોળ્યું

Priyakant

Last Updated: 10:25 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Accident Latest News: જસદણ પાસે બાખલવડ પાસે ઓવર સ્પીડમાં આવતી કારે બાઈકને અડફેટે લીધું અને મામા અને બે ભાણેજના થયા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

Rajkot Accident : રાજકોટમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજકોટના જસદણ પાસે માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. વિગતો મુજબ જસદણ અને બાખલવડ પાસે ઓવર સ્પીડમાં આવતી એક કારે બાઇકને અડફેટે લીધું હતું. આ દર્દનાક અકસ્માતમાં મામા અને 2 ભાણેજના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ સાથે ઇજાગ્રસ્ત કારચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

વધુ વાંચો: હવે શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે થશે કાર્યવાહી, શિક્ષણ વિભાગે કર્યો આદેશ, ટાંક્યું કારણ

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન રાજકોટના જસદણ-બાખલવડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં ઓવર સ્પીડમાં આવતી કારે પસાર થઈ રહેલ બાઈકને જોરદાર ટક્કર મારી અડફેટે લીધું હતું. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, બાઇકસવાર મામા અને 2 ભાણેજના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. આ સાથે કાર ચાલકને પણ ઇજા પહોંચી હોઇ તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પ્રાથમિક વિગતો મુજબ મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાનું સામે આવ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ