બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Malnourished Pregnant Mother Nutrition Aid and T. organized by Sambhav Trust. B. Mukt Bharat 'Campaign'

સેવાની સુવાસ / સમભાવ ટ્રસ્ટ દ્વારા આયોજિત કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અને ટી. બી. મુક્ત ભારત 'અભિયાન', મંત્રી ઋષિકેશ પટેલે કર્યું અગત્યનું આહ્વાન

Vishal Khamar

Last Updated: 07:04 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે આજે કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.

  • "મારૂ ગામ કુપોષણ મુક્ત ગામ" બનાવવાનું આરોગ્યમંત્રીએ કર્યું આહ્વવાન
  • વિરપુર ખાતે સમભાવ ટ્રસ્ટ્ર દ્વારા આયોજીત કાર્યક્રમનો આરોગ્ય મંત્રીએ શુભારંભ કરાવ્યો
  • કુપોષિત સગર્ભા બહેનો અને ટી.બી.ના દર્દીઓને પોષણકીટનું વિતરણ કર્યું

 આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કુપોષણના લીધે એકપણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય એ માટે " મારુ ગામ કુપોષણ મુક્ત ગામ " નું આહવાન કરતા ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા ગામના આરોગ્યની ચિંતા કરી સમગ્ર ગામને સ્વસ્થ બનાવવા માટેનો સંકલ્પ કરવા કહ્યું હતુ. 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે સમભાવ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. 

કુપોષિત સગર્ભા બહેનો અને  ટી.બી.ના દર્દીઓને પોષણકીટનું વિતરણ કર્યું
સ્વ. ભાનુબેન ભુપતભાઈ વડોદરીયા સારવાર કેન્દ્ર, પ્રમુખ વિધાલય , વિરમપુર ખાતે યોજાયેલા કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલે 100  કુપોષિત સગર્ભા બહેનો અને 130 ટી.બી.ના દર્દીઓને પોષણકીટનું વિતરણ કર્યું હતું.

આશાવર્કરો, આંગણવાડી કાર્યકર બહેનો અને આરોગ્ય કર્મચારીઓની કામગીરીની મંત્રીએ પ્રસંશા કરી

કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આદિવાસી ક્ષેત્રમાં સેવાની સુવાસ ફેલાવવાનું ઉત્તમ કામ કરનાર સમભાવ ટ્રસ્ટ અમદાવાદની સેવા ભાવનાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સમભાવ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ તાલુકામાં કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનને આગામી પાંચ વર્ષ સુધી સેવારત રાખવાના સંકલ્પની સરાહના કરી હતી. તો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઘર ઘર સુધી પહોંચાડનાર આશાવર્કરો, આંગણવાડી કાર્યકર બહેનો અને આરોગ્ય કર્મચારીઓની કામગીરીની પણ  મંત્રીએ પ્રસંશા કરી હતી. 

કુપોષણના લીધે એકપણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય એની ચિંતા કરતાં મંત્રી ઋષિકેશ પટેલે   " મારુ ગામ કુપોષણ મુક્ત ગામ " નું આહવાન કરતાં ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા ગામના આરોગ્યની ચિંતા કરી સમગ્ર ગામને સ્વસ્થ બનાવવા માટેનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું. 

12 વર્ષ થી 22 વર્ષની દીકરીના આરોગ્યનું સતત મોનીટરીંગ કરી દીકરીઓને આરોગ્ય લક્ષી સુવિધાઓ, સેવાઓ અને યોજનાઓનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2025 સુધીમાં ટી. બી. મુક્ત ભારતના સંકલ્પને સાર્થક કરવા લોકોને પણ જાગૃતતા કેળવી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. 

આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા ઉપસ્થિત લોકોને આગ્રહ કર્યો

ગુજરાતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓને કારણે માતા મરણનો રેશિયો જે 172 હતો એ ઘટાડીને 57 થયો છે એમ જણાવતાં મંત્રીએ સરકાર દ્વારા આરોગ્યલક્ષી વિવિધ અભિયાન અને યોજાનાઓની માહિતીને ચિતાર આપી આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાઓનો લાભ લેવા ઉપસ્થિત લોકોને આગ્રહ કર્યો હતો. 

વધુમાં મંત્રીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા જે વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલું હોય એ બીજા પાંચ વ્યક્તિઓને આ કાર્ડનો લાભ અપાવવાનો સંકલ્પ કરે એવો અનુરોધ કર્યો હતો. મંત્રીએ સમાજ અને સરકાર ભેગા મળી આરોગ્યલક્ષી અભિયાનમાં જોડાશે ત્યારે જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે એવું ભારપૂર્વક જણાવતાં સરકારના આ અભિયાનમાં સૌનો સાથ સહકાર મળી રહે એવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, સમભાવ ટ્રસ્ટ પરિવાર અમદાવાદનાં સભ્યો તેમજ આરોગ્ય કર્મચારીઓ અને લાભાર્થી સગર્ભાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ