ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / Mallikarjun Kharge on congress nyay sankalp relly compares booth agents with dogs

દિલ્હી / 'જેવી રીતે શ્વાન ભસે છે તેવી રીતે..' ખડગેએ કોંગી કાર્યકરોની સરખામણી શ્વાન સાથે કરી, ભાજપે કહ્યું શર્મનાક

Published By: Vaidehi

Last Updated: 05:47 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલી દરમિયાન બૂથ કાર્યકર્તાઓની સરખામણી શ્વાન સાથે કરી છે. જુઓ વીડિયો.

ADVERTISEMENT

  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદસ્પદ નિવેદન
  • દિલ્હીમાં ન્યાય સંકલ્પ રેલીનાં સંબોધનમાં ઉચ્ચારી કડવી વાણી
  • ખડગેએ બૂથ કાર્યકરોનો દાખલો શ્વાન સાથે બેસાડ્યો

કોંગ્રેસે દિલ્હીનાં રામલીલા મેદાનમાં આજે ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં કોંગ્રેસનાં બૂથ લેવલનાં કાર્યકર્તાઓથી લઈને વરિષ્ઠ નેતા સામેલ થયાં છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. 

શ્વાન સાથે સરખામણી
કહ્યું કે "મોદીએ બધાનો સત્યાનાશ કરી દીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે જેમ કૂતરો ખરીદતા સમયે જોવામાં આવે છે કે તે બરાબર રીતે ભસે છે કે નહીં એવી જ રીતે ભસનારા કાર્યકર્તાઓને બૂથનું કામ સોંપવું જોઈએ"

ખડગેએ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ તો માત્ર PM મોદીનો નારો છે પણ તેમણે બધાનો સત્યાનાશ કરી દીધો છે. ખડગેએ એવું પણ કહ્યું કે ભસનારા કાર્યકર્તાઓને બૂથનું કામ સોંપવું જોઈએ. 

શરમજનક છે ખડગેનું આ નિવેદન- અમિત માલવીય
આ મામલામાં ભાજપનાં IT સેલનાં પ્રભારી અમિત માલવીયએ ખડગેનાં નિવેદનની નિંદા કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે વીડિયો એડ કરતાં લખ્યું કે," જે પાર્ટીનાં અધ્યક્ષ પોતાના સંગઠનની સૌથી મજબૂત અને મહત્વપૂર્ણ કડી 'બૂથ એજન્ટ'ને શ્વાન બનાવીને તેનો ટેસ્ટ લેવા ઈચ્છે છે તેની પાર્ટીની દુર્ગતી થવું નિશ્ચિત છે."

"પલટૂ રામથી પલટૂ કુમાર"
ખડગેએ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધતાં કહ્યું કે," બિહારમાં પણ એવું જ થયું છે...પહેલા બંને એકબીજાની નિંદા કરતાં હતાં, તેઓ સમાજવાદની વાતો કરતાં હતાં પણ તેમણે પલટી મારી દીધી છે. હવે તે પલટૂ રામથી પલટૂ કુમાર થઈ ગયાં છે અને PM મોદીની પણ આ જ આદત છે. તેઓ વાત નથી કરતાં પણ અંદરથી વાર કરે છે. તેઓ મુખ પર રામ અને બગલમાં છુરો લઈને ચાલે છે."

વધુ વાંચો: ભારત રત્ન એલાન બાદ લાલકૃષ્ણ અડવાણીની પ્રથમ પ્રતિક્રિયા, ક્ષમતાની વાત પર ચોમેર ચર્ચા

સંકળાયેલા મુદ્દાઓ

Mallikarjun Kharge delhi speech દિલ્હી નિવેદન મલ્લિકાર્જુન ખડગે mallikarjun Kharge video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ