બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Lal Krishna Advani after recieving Bharat ratna said This also honours my ideals and principles
ADVERTISEMENT
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપનાં વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાનું એલાન કર્યું. જેના પર ભારતનાં પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અડવાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ ન માત્ર એક વ્યક્તિનાં રૂપે મારું સમ્માન છે પણ એ આદર્શો અને સિદ્ધાંતોનું પણ સમ્માન છે જેનું પાલન કરવાનો મેં પ્રયાસ કર્યો.
#WATCH | Delhi | Government of India announces Bharat Ratna for veteran BJP leader Lal Krishna Advani.
— ANI (@ANI) February 3, 2024
Visuals from his residence as he greets the people and media here. pic.twitter.com/C0NLemHsZ2
ADVERTISEMENT
ભારત રત્નનો કર્યો સ્વીકાર
તેમણે પોતાના નિવેદનમાં લખ્યું કે- અત્યંત વિનમ્રતા અને કૃતજ્ઞતાની સાથે હું ભારત-રત્નનો સ્વીકાર કરું છું. આ ન માત્ર એક વ્યક્તિનાં રૂપે મારું સમ્માન છે પણ એ આદર્શો અને સિદ્ધાંતોનું પણ સમ્માન છે જેનું પાલન કરવાનો મેં પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે જ્યારથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તેના સ્વયંસેવકનાં રૂપમાં સામેલ થયો છું ત્યારથી જીવનમાં મને જે પણ કાર્ય સોંપવામાં આવ્યું છે મેં તેને નિસ્વાર્થ ભાવે કર્યું છે."
ADVERTISEMENT
અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે લાલકૃષ્ણ અડવાણી
ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં જન્મેલ લાલકૃષ્ણ અડવાણી રામ મંદિર આંદોલનના મુખ્ય નેતા હતા અને આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. હાલ દેશ અને દુનિયામાં નરેન્દ્ર મોદીની એક શક્તિશાળી વડાપ્રધાન તરીકેની છબી છે અને તેને ઘડવા પાછળ લાલકૃષ્ણ અડવાણીનો મોટો ફાળો છે. આ જ અડવાણીનો રામમંદિર આંદોલન સર્જવામાં મોટો ફાળો રહ્યો છે.
"It is not the court who will decide where Ram Lalla was born.
— Mr Sinha (@MrSinha_) February 3, 2024
Our Rath won't stop until we do Karsewa & build a grand #RamMandir at Ram Janmabhoomi - Shri #LalKrishnaAdvani ji"
Conferring him with #BharatRatna just after #RamMandirPranPratishtha, what a super timing... 🔥🔥🙏 pic.twitter.com/EeW6AoBYWD
ADVERTISEMENT
ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રા
1990માં એવો સમય આવ્યો જ્યારે વીપી સિંહ સરકારે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પછાત વર્ગોને અનામત આપવા માટે મંડલ કમિશનના અહેવાલને લાગુ કરવાની જાહેરાત કરી. એ બાદ RSSએ 26 ઓગસ્ટ, 1990ના રોજ બેઠક બોલાવી હતી. બેઠકમાં અયોધ્યા આંદોલનને વેગ આપવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આરએસએસનું માનવું હતું કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણ માટેનું આંદોલન હિંદુ સમાજને એક રાખશે. બીજી તરફ અડવાણીના નેતૃત્વમાં ભાજપ પણ હિંદુ એકતાના પ્રયાસોમાં સહયોગ આપવા આતુર હતું અને અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની રથયાત્રાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.