બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Make Mohammadpur's village Madhavpur now, see what the villagers have done to change the name

દિલ્હી / મોહમ્મદપુરનું ગામ હવે માધવપુર કરી નાંખો, ગ્રામજનોએ નામ બદલવા માટે જુઓ શું કરી દલીલ

Kiran

Last Updated: 11:55 PM, 23 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં આવેલું મોહમ્મદપુર ગામનું નામ બદલાવા માટે ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

  • દિલ્હીના આ ગામનું નામ બદલવાની માંગ ઉઠી
  • મોહમ્મદપુર ગામનુ નામ માધવપુર કરવાની માંગ 
  • ભાજપના સ્થાનિક કોર્પોરેટરે પત્ર લખી કરી માંગ   

દિલ્હીમાં આવેલું મોહમ્મદપુર ગામનું નામ બદલાવા માટે ગ્રામજનોમાં માંગ ઉઠી છે. એક સમયે મુગલ કાળમાં આ ગામ મોહમ્મદપુર ગામથી ઓળખાતું પરતું હવે આ ગામમાં સમયની સાથે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે તેમજ હવે હિન્દુઓની વસ્તી પણી ઘણી વધી છે.  

દિલ્હીના આ ગામનું નામ બદલવાની માંગ ઉઠી

દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં ભીકાજી કામા પાસે આવેલ મોહમ્મદપુર ગામ આવેલું છે જેનું નામ બદલવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે. ભાજપના સ્થાનિક કોર્પોરેટર ભગતસિંહ ટોકસએ આ પ્રસ્તાવ મુક્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ વિસ્તારમાં હવે હિન્દુઓનું પ્રમાણ વધારે છે. ત્યારે આ ગામનું નામ બદલીને માધવપુર કરી દેવું જોઈએ. જોકે આ પ્રસ્તાવને નગર નિગમની જોલન કમિટીમાં પાસ કરી દેવાયો છે જેને હવે દક્ષિણ નગર નિગમની સ્થાયી સમિતિમાં મોકવામાં આવનાર છે.

મોહમ્મદપુર ગામના નામને બદલવાની માંગ  

સ્થાનિક કોર્પોરેટરની માંગ છે કે મુગલ કાળમાં આ ગામનું નામ મોહમ્મદપુર રાખવામાં આવ્યું હતું પરતું હવે સમયની સાથે અનેક પરિવર્તનો આ ગામમાં આવ્યા છે. પહેલા કરતા હવે હિન્દુસમાજની વસ્તીમાં વધારો થયો છે. એવામાં ગામનું નામ બદલવું જરૂરી થઈ ગયું છે.જેને લઈ કોર્પોરેટર ભગત સિંહ ટોક્સ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે આ ગ્રામજનોની માંગ છે કે ગામનું નામ મોહમ્મદપુરથી માધવપુર કરવામાં આવે.

ભાજપના સ્થાનિક કોર્પોરેટરે પત્ર લખી કરી માંગ   

કોર્પોરેટરને પત્રમાં એવો દાવો કર્યો છે કે મુગલ કાળમાં દિલ્હીના તમામ ગામોના નામ જબરદસ્તીથી બદલવામાં આવ્યા હતા જેમાં મોહમ્મદપુર ગામ સાથે પણ આવું જ થયું હતું. કોર્પોરેટર તરફથી માગણી કરવામાં આવી છે તે ગામના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવે અને ગામનું નામ બદલવામાં આવે. આ પહેલા પણ અનેક જગ્યાના નામ આવી જ રીતે બદલવામાં આવ્યા છે. જેમાં વિવિધ પ્રસ્તાવો પણ રજૂ કરવામાં આવ્યા છે.

ભાજપ નેતા વિજય ગોયલ દ્વારા કરાઈ હતી માંગ  

મહત્વનું છે કે બે વર્ષ પહેલા ભાજપના નેતા વિજય ગોયલએ દિલ્હીનું નામ બદલવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે દિલ્હીનું નામ હસ્તિનાપુર કે ઈન્દ્રપ્રસ્ત કરી દેવું જોઈએ જેમાં તેમણે એવો તર્ક આપતા જણાવ્યું હતું કે મૌર્યવંશના રાજા દિલ્લૂના નામ પરથી જ દિલ્હીનું નામ પડ્યું હતું પરતું તેમના આ સુઝાવને વધારે મહત્વ મળ્યું ન હતું. જો કે હવે દિલ્હીના મોહમ્મદપુર ગામના લોકો અને સ્થાનિક ભાજપના કોર્પોરેટરે ગામના નામ બદલવાની માંગ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ