બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Make facepack at home with this dal

હેલ્થ ટિપ્સ / આ દાળથી ઘરે જ બનાવી લો ફેસપેક: બે વાર લગાવવાથી દેખાશે નેચરલ ગ્લો, સ્કીન પરથી દૂર થઈ જશે ડાઘ

Pooja Khunti

Last Updated: 03:13 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાળ જેટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે એટલી જ ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. જાણો આવી ખાસ દાળ વિશે, જેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે થાય છે.

  • ચહેરાની ત્વચા સંવેદનશીલ હોય છે
  • આ દાળમાં એક્સફોલિએટિંગ ગુણ હોય છે
  • સવારે પાણીમાંથી નિકાળીને તેનો પેસ્ટ બનાવી લો

લોકો તેમની ત્વચાને નરમ અને ચમકદાર બનાવવા માટે કેટલાક સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. લોકો સારું પરિણામ મેળવવા માટે અલગ-અલગ સ્કિન કેર પ્રોડક્ટ પણ બદલતા રહે છે. પણ શું તમે ક્યારેય આ પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની લિસ્ટ ચેક કરી છે. કારણ કે તેને બનાવવામાં કેટલાક રસાયણોનો ઉપયોગ થાય છે. જે ત્વચા માટે નુકસાનકારક છે. શરૂઆતમાં તેના ઉપયોગથી યોગ્ય પરિણામ મળે છે. પરતું જ્યારે તમે તેને ઉપયોગમાં લેવાનું છોડી દો છો ત્યારે તે નકારાત્મક પરિણામ આપે છે. 

ફેસ પેક 
ચહેરાની ત્વચા સંવેદનશીલ હોય છે. એટલા માટે યોગ્ય સ્કિન કેર પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ. એવી વસ્તુનો ચુનાવ કરવો જોઈએ જેમાં રસાયણ ન હોય. તે ત્વચા માટે ફાયદાકારક સાબિત થશે. તેનાથી કોઈ આડઅસર પણ નહીં થાય. મધ, કોફી, ચણાનો લોટ વગેરે ફેસ પેક વિશે તો તમે સાંભડયું જ હશે. પરતું શું તમે દાળમાંથી બનેલા ફેસ પેક વિશે સાંભડયું છે. દાળ જેટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે એટલી જ ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. જાણો આવી ખાસ દાળ વિશે, જેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે થાય છે.   

લીલા મગની દાળ 
લીલા મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. તેમા પણ ત્વચાની વાત કરીએ તો આ દાળમાં એક્સફોલિએટિંગ ગુણ હોય છે. જે ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. ત્વચાના રંગને સુધારવાની સાથે તે તેને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. તેના ઉપયોગથી ત્વચા ચમકદાર દેખાય છે. 

વાંચવા જેવું: ખતરાની ઘંટડી! ભારતમાં કેન્સરના 14 લાખ નવા કેસ, 9 લાખના મોત, WHOના રિપોર્ટમાં રિબાવી મૂકે તેવા ખુલાસા

આ રીતે તેનો ઉપયોગ કરવો 

  • આ ફેસ પેક બનાવવા માટે ચાર ચમચી મગ દાળને આખી રાત પલાળી રાખો. 
  • સવારે પાણીમાંથી નિકાળીને તેનો પેસ્ટ બનાવી લો. 
  • જો તમારી પાસે સંતરાની છાલ અને ચંદન પાવડર હોય તો, તેને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. 
  • હવે તેમા બે ચમચી દૂધ ઉમેરો અને તેને ચહેરા પર લગાડો. 
  • થોડા સમય માટે તેને ચહેરા પર સ્ક્રબ કરો અને 10 મિનિટ માટે છોડી દો. 
  • હવે ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો અને સાફ કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ