બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 14 lakhs new cancer cases and more than 9 lakh deaths in india says who report

રિપોર્ટ / ખતરાની ઘંટડી! ભારતમાં કેન્સરના 14 લાખ નવા કેસ, 9 લાખના મોત, WHOના રિપોર્ટમાં રિબાવી મૂકે તેવા ખુલાસા

Manisha Jogi

Last Updated: 08:00 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વર્ષ 2022માં કેન્સરના નવા 14.1 લાખથી વધુ કેસ નોંધાયા હતા. પુરુષોને સૌથી વધુ હોઠ, મોઢુ અને ફેંફસાનું કેન્સર થાય છે, તથા મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઈકલ કેન્સર થાય છે.

  • 2022માં કેન્સરના નવા 14.1 લાખથી વધુ કેસ
  • પુરુષોને સૌથી વધુ હોઠ, મોઢુ અને ફેંફસાનું કેન્સર
  • મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઈકલ કેન્સર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર ભારતમાં વર્ષ 2022માં કેન્સરના નવા 14.1 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 9.1 લાખ લોકોનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. WHOની ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) અનુસાર પુરુષોને સૌથી વધુ હોઠ, મોઢુ અને ફેંફસાનું કેન્સર થાય છે, તથા મહિલાઓને સૌથી વધુ સ્તન અને સર્વાઈકલ કેન્સર થાય છે. 

ભારતમાં કેન્સર ડાયગ્નોસિસ પછી 5 વર્ષમાં જીવિત લોકોની સંખ્યા લગભગ 32.6 લાખ હતી. વિશ્વભરમાં અંદાજે કેન્સરના નવા 2 કરોડથી વધુ કેસ સામે આવ્યા અને તેમાંથી 97 લાખ લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર દર પાંચમાંથી 1 વ્યક્તિને કેન્સર થાય છે. દર 9 પુરુષમાંથી 1 પુરુષનું અને દર 12 મહિલાઓમાંથી 1 મહિલાનું કેન્સરના કારણે મૃત્યુ થાય છે. 

ફેંફસાનું કેન્સર
વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે કેન્સરના જે પણ કેસ સામે આવ્યા તેમાં 10 એવા કેન્સર હતા જેનાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ રિપોર્ટમાં 185 દેશ શામેલ છે, જેમાં 36 પ્રકારના કેન્સર હોવાનું સામે આવ્યું છે. ફેંફસાના કેન્સરથી સૌથી વધુ લોકોના મોત થાય છે. 

તમાકુને કારણે કેન્સર
એશિયામાં તમાકુનો સતત ઉપયોગ થતો હોવાને કારણે ફેંફસાના કેન્સરના સૌથી વધુ કેસ સામે આવે છે. IARC અનુસાર મહિલાઓમાં કેન્સરના કુલ કેસમાં 11.6 ટકા સ્તન કેન્સરના કેસ સામે આવ્યા છે અને વૈશ્વિક સ્તરે સ્તન કેન્સરના કારણે થતા કુલ મૃત્યુમાં 7 ટકા સ્તન કેન્સરના કેસ છે.

વધુ વાંચો: જમવા બેસો ત્યારે ફટાફટ ખાવાની ટેવ હોય તો ચેતજો! હાર્ટ પર થાય છે આવી અસર

કેન્સર કયા કારણોસર થાય છે?

  • ધૂમ્રપાન- ભારતમાં તમાકુનું સેવન કેન્સરના મુખ્ય કારણોમાંથી એક છે. 
  • અનહેલ્ધી લાઈફસ્ટાઈલ- અયોગ્ય ડાયટ, કસરત ના કરવી અને મેદસ્વીતા જેવી પરેશાનીને કારણે કેન્સરનું જોખમ રહે છે. 
  • વાયુ પ્રદૂષણ- વાયુ પ્રદૂષણને કારણે ફેંફસાનું કેન્સર થાય છે. 
  • ઈન્ફેક્શન- HPV અને હેપેટાઈટિસ B તથા Cના કારણે  કેન્સર થાય છે. 
  • જેનેટીક- કેટલાક લોકોમાં કેન્સરના જીન હોય છે, જેના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ