બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / માહી વિજ- જય ભાનુશાળીએ કન્ફર્મ કર્યાં તલાક, તૂટ્યા 14 વર્ષના લગ્ન, પુત્રી તારા કોની સાથે રહેશે?
Last Updated: 02:28 PM, 4 January 2026
જાણીતા ટીવી ઈન્ડસ્ટ્રીના કપલ માહી વિજ અને જય ભાનુશાલીએ આખરે તેમના છૂટાછેડાની પુષ્ટિ કરી છે. તેમણે એકબીજાની સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે જેનાથી તેમના 14 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. આ સમાચાર આવ્યા પછી ચાહકો ભાવુક થઈ ગયા છે કારણ કે માહી અને જય લાંબા સમયથી એક મજબૂત અને ખુશ કપલ માનવામાં આવે છે. તેમના અલગ થવાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.
ADVERTISEMENT
14 વર્ષ પછી સંબંધ તૂટી ગયો
માહી વિજ અને જય ભાનુશાલીએ જણાવ્યું હતું કે તેમણે સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. બંનેએ ચોખવટ કરી હતી કે તેમના સંબંધોમાં કોઈ ખામી ન હતી. અલગ થવાનું કારણ નકારાત્કતા નહીં પણ માનસિક શાંતિ અને સન્માન અને સારા ફ્યુચર માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપડેટમાં આ કપલે લખ્યું કે, આજે આપણે એક એવા વળાંક પર પહોંચી ગયા છીએ જે જીવનએ આપણા માટે પસંદ કર્યો છે.અમે સાથે મળીને પ્રેમ, પ્રગતિ, સમજારી અને માણસાઈની કિંમતોની આગળ વધારી છે. શાંતિ માટે અમારા બાળકો માટે ખુશી માટે અમે અલગ થવાનો નિર્ણય કર્યો. અમે સૌથી પહેલા સારા મિત્રો રહીશું અને જે પણ જીવન અમારી સામે લાવશે તેનું પુરેપુરુ સન્માન કરીશું.
ADVERTISEMENT

"જોકે હવે અમારા રસ્તા અલગ થઈ ગયા છે, આ નિર્ણયમાં કોઈ ખલનાયક નથી. કૃપા કરીને સમજો કે અમે આ પગલું શાંતિ, આરામ અને અમારા માનસિક સ્વાસ્થ્ય માટે લઈ રહ્યા છીએ કોઈ અન્ય કારણોસર નહીં. અમે એકબીજાનો આદર કરતા રહીશું એકબીજાને ટેકો આપતા રહીશું અને એકબીજા માટે પ્રાર્થના કરતા રહીશું. અમે તમને અમારા નિર્ણયનો આદર કરવા અમને પ્રેમ અને સમજણ આપવા અને અમારી પ્રાઈવસીનો આદર કરવા વિનંતી પણ કરીએ છીએ જેથી અમે આગળ વધી શકીએ - માહી અને જય ભાનુશાળી
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સાઉથ સુપરસ્ટાર વિજયની છેલ્લી મુવીનું ટ્રેલર રિલીઝ, બોબી દેઓલ સાથે ટક્કર
ADVERTISEMENT
જય અને માહી તેમની 6 વર્ષની દીકરી તારાનો ઉછેર સાથે કરી રહ્યા છે અને આ ચાલુ રહેશે. તેઓ તેમના દત્તક લીધેલા બાળકોની સંભાળ પણ સાથે રાખશે. માહી વિજ અને જય ભાનુશાળીએ 2011 માં લગ્ન કર્યા હતા અને ટીવીના સૌથી પ્રિય યુગલોમાંના એક માનવામાં આવતા હતા. લગ્ન પહેલા તેઓ લાંબા સમય સુધી ડેટ કરતા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.