બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:48 PM, 3 January 2026
સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજય ઘણા સમયથી પોતાની આગામી ફિલ્મને લઇ ચર્ચામાં છે. આ ફિલ્મનું નામ "જન નાયગન" છે જે હિન્દીમાં "જન નેતા" તરીકે રિલીઝ થશે. આ ફિલ્મ વિજયની છેલ્લી ફિલ્મ હોવાની શક્યતા છે. આથી ફેન્સ ખુબ એક્સાઈટેડ છે. હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં બોબી દેઓલ પણ જોવા મળશે.
ADVERTISEMENT
આ ટ્રેલર એક પાવરફુલ ડાયલોગથી શરુ થાય છે. જેમાં એક માણસનો અવાજ સંભળાય છે જે કોઈને વિજયનું નામ મોકલે છે અને પૂછે છે કે તે કોણ છે. વિજય વિશે પૂછવામાં આવતા તે માણસ કહે છે, "તમે મોટા ક્રિમિનલના નામ સાંભળ્યા હશે પણ શું તમે જાણો છો કે તે ક્રિમિનલનો કિંગ કોણ છે? લોકો તેને થલપતિ કહે છે. આમ વિજયની એન્ટ્રી થાય છે.
ADVERTISEMENT
આ ફિલ્મમાં વિજય એક પોલીસ અધિકારીના રોલમાં જોવા મળે છે. આ ટ્રેલરમાં તેની સ્ટાઇલ, ડાયલોગ ડિલિવરી પ્રભાવશાળી લાગે છે. આ ફિલ્મમાં બોબી દેઓલ નેગેટિવ રોલમાં જોવા મળે છે.

ADVERTISEMENT
ટ્રેલરમાં બોબી દેઓલનો રોલ ભારત વિરુદ્ધ સાજિસ ઘડનાર વિલેન બતાવાયો છે. થલપતિ વિજયનું કામ તેના સાજિસને નિષ્ફળ બનાવવાનું છે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને વિજય એકબીજાની સામે જોવા મળશે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થવાની છે.
ADVERTISEMENT
આ ફિલ્મ હિન્દીમાં "જન નેતા" અને બીજી ભાષાઓમાં "જન નાયગન" તરીકે રિલીઝ થશે. વિજય પોતાના ફિલ્મ કરિયરમાં રિટાર્યમેન્ટ જાહેર કરી ચુક્યો છે. તે હવે આ ફિલ્મ બાદ એક્ટિંગ છોડીને પોલિટિક્સ કરવાનો છે. તેને વર્ષ 2024 માં તેને તમિલગા વેત્રી કઝગમ (TVK) નામનો પોતાની રાજકીય પાર્ટી બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.