બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / maharashtra thane hospital 17 dead in 24 hours

મહારાષ્ટ્ર / અચાનક શું બન્યું હોસ્પિટલમાં? 24 કલાકમાં 18 લોકોના મોત, અત્યાર સુધી 24 મર્યા, પરિવારનો હોબાળો

Kishor

Last Updated: 05:45 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલમાં 18 દર્દીઓના મોત નીપજતા હંગામો મચી ગયો છે.

  • મહારાષ્ટ્રના થાણેમાં આવેલ છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ ચર્ચામાં
  • 24 કલાકમાં 18 દર્દીઓના મોત નીપજતા ચકચાર 
  • એનસીપી નેતા શરદ પવારે ટ્વિટ કરી અને તંત્રને ઘેર્યું 

મહારાષ્ટ્રના થાણે ખાતેના કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવી છે. આ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. તમામ દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક રિપોર્ટ અનુસાર જે દર્દીઓના મોત નિપજયા છે. તેમાંથી મોટાભાગના દર્દીઓ આઇસીયુમાં સારવાર લઇ રહ્યા હતા.

એનસીપી નેતા શરદ પવારે ટ્વિટ કરી અને તંત્રને ઘેર્યું
 જોકે આ મામલે સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. નોંધનીય છે કે આ અગાઉ પણ એક સાથે છ દર્દીઓના મોતને લઈને શિવાજી હોસ્પિટલ ચર્ચામાં આવી હતી. આમ એક સપ્તાહમાં 24 જેટલા દર્દીઓના મોત નિપજતા પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. આ અંગે એનસીપી નેતા શરદ પવારે ટ્વિટ કરી અને તંત્રને ઘેર્યું હતું.

18 દર્દીઓના મોતને સત્તાવાર સમર્થન

હોસ્પિટલમાં મૃત્યુનું કારણ શોધવા તંત્ર કામે લાગ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. મળતા અહેવાલ અનુસાર મોટાભાગના દર્દીઓ વૃદ્ધ હતા અને તેની હાલત નાજુક હતી. સિવિલ હોસ્પિટલમાં રિનોવેશનની કામગીરીને પગલે હાલ આ હોસ્પિટલમાં દર્દીઓની ખૂબ ભીડ જોવા મળે છે. બીજી બાજુ  હોસ્પિટલના ડીને 18 દર્દીઓના મોતને સત્તાવાર સમર્થન આપ્યું છે. બીજી બાજુ આ ઘટનાને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારે શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટ મારફતે તેઓએ કહ્યું કે આટલા મોત છતાં વહીવટીતંત્ર જાગ્યું નથી. વધુમાં હોસ્પિટલ તંત્રની બેદરકારીને પગલે આ બનાવ બન્યો હોવાના મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ