બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / મહારાષ્ટ્ર ચૂંટણીમાં થશે ત્રિકોણીય જંગ! એકલા હાથ ચૂંટણી લડશે મોટી પાર્ટી, BJP ટેન્શનમાં

રાજનીતિ / મહારાષ્ટ્ર ચૂંટણીમાં થશે ત્રિકોણીય જંગ! એકલા હાથ ચૂંટણી લડશે મોટી પાર્ટી, BJP ટેન્શનમાં

Last Updated: 08:29 AM, 26 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raj Thackeray Latest News : અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAને બિનશરતી સમર્થન આપ્યા બાદ હવે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો

Raj Thackeray : મહારાષ્ટ્રના રાજકારણને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની હાર બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. તેમણે થોડા મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે. નોંધનિય છે કે, અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAને બિનશરતી સમર્થન આપ્યા બાદ હવે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે.

રાજ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં પાર્ટીની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તેમણે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, તેમની પાર્ટી રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 225થી 250 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આ સાથે રાજ ઠાકરેએ સંભવિત ઉમેદવારોની ઓળખ માટે પાંચ નેતાઓની ટીમ પણ બનાવી છે. એટલું જ નહીં રાજ ઠાકરે રાજ્યના પાર્ટી કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક લેવા માટે 1 ઓગસ્ટથી મહારાષ્ટ્રનો પ્રવાસ પણ શરૂ કરવાના છે.

MNS નેતા સંદીપ દેશપાંડેએ સ્પષ્ટ કર્યું કે, તેઓ મહાયુતિ ગઠબંધનના પ્રસ્તાવની રાહ જોઈ શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજિત પવાર જૂથ) વચ્ચે બેઠકોની વહેંચણી પર હજુ સુધી કોઈ સહમતિ સધાઈ નથી.

વિપક્ષે કરી આકરી ટીકા

આ તરફ વિપક્ષી પાર્ટીઓ MNSના બદલાયેલા વલણની સખત ટીકા કરી છે. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં એનડીએને સમર્થન આપ્યું હતું અને હવે તેઓ વિધાનસભામાં એકલા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે કહ્યું કે, MNS એક ધારાસભ્યના બળ પર સત્તામાં આવવા આતુર છે. એવું લાગે છે કે, તે મૂંઝવણમાં છે અને તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે તે ખરેખર શું કહેવા માંગે છે ? આ દરમિયાન શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય અને પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે, MNSએ મહાયુતિ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડવી જોઈએ. તેમણે કહ્યું કે, સીટની વહેંચણી પર હજુ સુધી અંતિમ સહમતિ બની નથી અને જ્યારે તે પહોંચી જશે ત્યારે MNSને પણ પ્રસ્તાવ આપવામાં આવશે.

મહાયુતિ પાર્ટીઓ કેટલી સીટો પર ચૂંટણી લડી શકે છે?

મહારાષ્ટ્રમાં 288 બેઠકોમાંથી ભાજપ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. NCP(AP)ના વડા અજિત પવારે 80 થી 90 બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. જ્યારે શિવસેના (શિંદે જૂથ)ની નજર લગભગ 100 બેઠકો પર છે. ભાજપે 160 થી 170 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ બધાની વચ્ચે MNSએ શક્ય તેટલી સીટો પર પોતાના દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હવે સવાલ એ છે કે શું એકલા MNSના પ્રવેશથી ભાજપ અને શિંદેના રાજકીય સમીકરણને નુકસાન થશે. મરાઠી અને હિન્દુત્વ એ ત્રણેય પક્ષોનો કોમન એજન્ડા છે. આવી સ્થિતિમાં MNS એકલા જવાને કારણે મતોનું વિભાજન મોટી સમસ્યા સર્જી શકે છે.

મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી ?

મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે 26 નવેમ્બરે પૂરો થશે. ઓક્ટોબર-નવેમ્બરમાં અહીં વિધાનસભાની 288 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

ગત ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જોકે ચૂંટણી બાદ શિવસેના NDAથી અલગ થઈ ગઈ અને એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. જૂન 2022માં શિવસેનામાં આંતરિક વિખવાદ થયો હતો. આ પછી એકનાથ શિંદેએ પાર્ટીના 40 ધારાસભ્યોને બરતરફ કર્યા. એકનાથ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. હવે શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. શરદ પવારની NCP પણ શરદ પવાર અને અજિત પવાર એમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. શરદ પવારે તાજેતરમાં દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં આ વર્ષની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (NCP)(SP) + કોંગ્રેસ + શિવસેના (ઠાકરે જૂથ) 225 બેઠકો જીતશે.

વધુ વાંચો : PM મોદી 15,800 ફૂટની ઉંચાઇ પર કરશે વિસ્ફોટ, ખાસ પ્રોજેક્ટની વિશેષતાઓ લોખંડી

મહારાષ્ટ્રમાં લોકસભા પરિણામો

મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને અજિત પવારની એનસીપીએ સંયુક્ત રીતે લોકસભાની 48 બેઠકો માટે ચૂંટણી લડી હતી. જોકે 2019ની સરખામણીમાં આ વખતે મહારાષ્ટ્રમાં NDAને ઘણું નુકસાન થયું છે. ત્રણેય પક્ષો મળીને માત્ર 19 બેઠકો જીતી શક્યા હતા. તેમાંથી ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)એ 9-9 બેઠકો જીતી હતી અને અજિત પવારની એનસીપીએ 1 બેઠક જીતી હતી. બીજી તરફ INDIA ગઠબંધને 28 સીટો જીતી છે. કોંગ્રેસે 13 બેઠકો, શરદ પવારની એનસીપીએ 8 અને શિવસેના (ઠાકરે જૂથ) 7 બેઠકો જીતી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra MNS Raj Thackeray
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ