બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / maharashtra maratha protest conversation manoj jarange beed violence 49 arrest

મહારાષ્ટ્ર / કર્ફ્યૂ, ઈન્ટરનેટ બંધ, ટ્રેન રોકી, ધારાસભ્યોના ઘરમાં આગચંપી: મરાઠા આંદોલનની આગમાં ભડક્યું મહારાષ્ટ્ર, શિંદેના સાંસદો આપી રહ્યા છે રાજીનામું

Dinesh

Last Updated: 02:58 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News : આંદોલન દરમિયાન થયેલી હિંસામાં પોલીસે 49 લોકોની ધરપકડ કરી છે, હિંસા અને આગચંપી કરવાની અનેક ઘટનાઓને પગલે સોમવારે સાંજે બીડ જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો

 

  • મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન હિંસક બન્યું
  • મરાઠવાડા ક્ષેત્રના 8 જિલ્લાઓમાં આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું 
  • પ્રદર્શનકારીઓએ તુરોરીમાં કર્ણાટક ડેપોની બસને આગ ચાંપી


મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને શરૂ થયેલું આંદોલન ઉગ્ર અને હિંસક બની રહ્યું છે. રાજ્યના મરાઠવાડા ક્ષેત્રના 8 જિલ્લાઓમાં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમજ આ સિવાય પુણે અને અહમદનગરમાં પણ આંદોલનના જોરદાર ભણકારા છે. અનેક વિસ્તારોમાં આગચંપીના ગંભીર બનાવો બન્યા છે. બીડ અને માજલગાંવ બાદ મંગળવારે જાલનાની પંચાયત ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, આ પહેલા સોમવારે મોડી રાત્રે ઉમરગા શહેર નજીક તુરોરી ગામમાં પણ આગચંપી થઈ હતી. પ્રદર્શનકારીઓએ તુરોરીમાં કર્ણાટક ડેપોની બસને પણ આગ ચાંપી દીધી હતી.

વિશેષ સત્ર બોલાવવા પર વિચાર ..!
આ આંદોલનથી સૌથી વધુ અસરગ્રસ્ત બીડ શહેર છે જે બાદ પ્રશાસને ઉસ્માનાબાદમાં પણ કર્ફ્યુ લગાવી દીધો છે. બીડમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જાલના શહેરમાં પણ છેલ્લા 12 કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા 13 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પાપ્ત સૂત્રો મુજબ શિંદે સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી રહી છે. જે માટે કેબિનેટની બેઠક મળી શકે છે. જેમાં મરાઠાઓને અનામત આપવા માટે વટહુકમ લાવી શકે છે.

મરાઠા આંદોલન મામલે મહત્વના અપડેટ
આંદોલનના નેતા મનોજ જરાંગેએ કહ્યું કે તેઓ અડધું જ નહીં પણ સંપૂર્ણ અનામત લેશે. ગમે તેટલી તાકાત તેમને રોકી શકશે નહી અને મહારાષ્ટ્રના મરાઠાઓ અટકશે નહીં. જ્યાં સુધી અનામત ન મળે ત્યાં સુધી ધારાસભ્યો અને સાંસદોએ મુંબઈમાં જ રહેવું જોઈએ. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સવારે 11 વાગ્યે રાજભવન ખાતે રાજ્યપાલ રમેશ બૈસ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદે સોમવારે રાત્રે રાજભવન ગયા હતા અને રાજ્યપાલને મળ્યા હતા. બીડના કલેક્ટર દીપા મુધોલ-મુંડેએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે સ્થિતિ સારી ન હોતી, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે. તમામ દુકાનો અને બજારો બંધ છે. ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં કહ્યું કે, મરાઠા આરક્ષણ પર હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અમે તમારી સાથે છીએ. જો જરૂર હોય તો સંસદનું વિશેષ સત્ર બોલાવો.

અનેક જગ્યાએ આગચંપીની ઘટના
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરની ઓફિસમાં આગ લગાવવાની ઘટના સામે આવી છે. આ પહેલા ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરે મરાઠા આંદોલનકારીઓએ ધૂસી જઈ પાંચથી છ ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. તે પહેલા પ્રર્દશનકારીઓની ભીડએ જિલ્લાના માજગામમાં અજિત પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકીના બંગલામાં આગ લગાવી હતી. આ દરમિયાન બંગલામાં પાર્ક કરેલા આઠથી 10 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા

 

49 લોકોની ધરપકડ
આંદોલન દરમિયાન થયેલી હિંસામાં પોલીસે 49 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી કે,. રાજકારણીઓની મિલકતોને નિશાન બનાવીને હિંસા અને આગચંપી કરવાની અનેક ઘટનાઓને પગલે સોમવારે સાંજે બીડ જિલ્લાના ભાગોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. બીડના પોલીસ અધિક્ષક નંદકુમાર ઠાકુરે જણાવ્યું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, હુલ્લડો અને જીવને જોખમમાં મૂકવાના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 49 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો અને પરિસ્થિતિ કાબૂમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ