બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / ચૂંટણી 2019 / Maharashtra, Haryana exit polls to predict the outcome of assembly elections

અનુમાન / મહારાષ્ટ્રના મહાજંગમાં Exit Pollના આંકડા આવ્યા બહાર, જાણો કોણે મારી બાજી

Kavan

Last Updated: 12:01 AM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન યોજાયું હતું. જેમાં બંને રાજ્યોમાં સરેરાશ 57 ટકા મતદાન થયું છે. આગામી 24 ઓક્ટોબરના રોજ મતગણતરી યોજાશે. પરંતુ બે સંસ્થાના EXIT POLL મુજબ મહારાષ્ટ્રમાં અબકી બાર ફરી ફડણવીસ સરકાર. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સંયુક્ત રીતે સરકાર બનાવી રહી છે. ભાજપે ફરી કમળ ખીલવવામાં સફળ રહેશે.

  • મહારાષ્ટ્રના સુશ્ક મતદારોના કારણે માત્ર 56 ટકા મતદાન થયું
  • 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે, પરંતુ Exit Poll મુજબ NDAની સરકાર

    મહારાષ્ટ્રના Exit Pollના આંકડા

India Today - My Axis  
BJP 109-124
SENA 57-70
INC 32-40
NCP 40-50
VBA 0-2
OTH 22-32

JAN KI BAAT  
BJP 135
SENA 81
NCP 41
INC 24
OTH 7

C voter  
BJP+ 204
CONG+ 69
OTH 15


મહારાષ્ટ્રમાં ફરી એક વખત ફડણવીસ સરકાર

મહારાષ્ટ્રમાં એક વખત ફરી ફડણવીસ સરકાર બની શકે છે. ભાજપ-શિવસેનાને 166-194 બેઠક મળવાનું અનુમાન છે. ત્યારે કોંગ્રેસ-એનસીપીને 72થી 90 બેઠકો મળવાનું અનુમાન છે. એકલા શિવસેનાના ખાતામાં 57થી 70 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપના ખાતામાં 109 બેઠકો જઇ શકે છે.

નોંધનીય છે કે, બંન્ને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે અને વિપક્ષોએ ખાસ કરીને કોંગ્રેસે સત્તા પર આવવા માટે ભારે મહેનત ઉઠાવી છે ત્યારે હવે જોવું જ રહ્યું કે, આગામી 24 તરીકે જનતા કયાં પક્ષને ફરી રાજ્યના સંચાલન માટે તક આપે છે. 

મહારાષ્ટ્રમાં સુસ્ત મતદાન થયું પણ ભાજપ તરફી...

મહારાષ્ટ્રમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 55.33 ટકા મતદાન નોંધાયું હતું જે 2014 ના મુકાબલે 3 ટકા ઓછું છે. આ સાથે જ હરિયાણામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 61.62 ટકા મતદાન નોંધાયું છે. 

શું હતા 2014 ના પરિણામ ?

મહારાષ્ટ્રમાં 2014 ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી 123 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે શિવસેના 63 બેઠકો સાથે બીજા સ્થાને હતી. 

ભાજપ-શિવસેના જોડાણને 186 બેઠકો, કોંગ્રેસને 42 બેઠકો અને એનસીપીને 41 બેઠકો પ્રાપ્ત થઇ હતી, જ્યારે એક બેઠક અન્ય ખાતામાં ગઈ હતી. તે જ સમયે, હરિયાણાની 90 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 47 બેઠકો મળી હતી. ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) એ 19 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 15 બેઠકો મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Exit poll Haryana Maharashtra Maharashtra Assembly Election 2019 Maharashtra Exit Poll Maharashtra assembly election ગુજરાતી ન્યૂઝ મહારાષ્ટ્ર હરિયાણા Exit Poll
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ