બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Maharaktadan camp and Rajattula program held on the 68th birthday of former Deputy Chief Minister of Gujarat Nitin Patel

પૂર્વ DyCMનો બર્થ ડે / VIDEO: CM ભૂપેન્દ્ર પટેલે કેમ કહ્યું, 'નીતિનભાઈ પાસેથી પાણીપુરી ખાવાના પૈસા ના મળે'

Malay

Last Updated: 02:25 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Patel's 68th birthday: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 68માં જન્મદિવસ પર યોજાયો મહારક્તદાન કેમ્પ અને રજતતુલા કાર્યક્રમ, સી.આર પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા.

 

  • કડીમાં નીતિન પટેલના જન્મદિવસે રજતતુલા કાર્યક્રમ
  • ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલે શુભેચ્છા પાઠવી
  • હજુ નીતિનભાઈ રાજકીય ક્ષેત્રે આગળ વધે એવી અપેક્ષા છે: પાટીલ

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલનો આજે 68મો જન્મ દિવસ છે, ત્યારે આજે કડી ખાતે દશબ્દી મહારક્તદાન કેમ્પ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો રજતતુલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકર્મનું આયોજન 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા કડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

તમારા સહકારથી એક પછી એક ચૂંટણી જીતતા જાય છેઃ પાટીલ
આ તકે મંચ પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પટેલે જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીના એક કાર્યકર્તા 40 વર્ષ પહેલા પોતાની કારકિર્દી શરૂ કરે છે. તમારા બધાના સાથ અને સહકાર સાથે સહકારી તંત્રમાંથી ધીમે-ધીમે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એક પછી એક વિધાનસભાની ચૂંટણી જીતતા જાય છે. જીતતા-જીતતા ગુજરાતના ડેપ્યુટી સીએમના પદ સુધી પહોંચી જાય છે. આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 68મા જન્મ દિવસ નિમિતે તમે તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા છો, તે દર્શાવે છે કે તમને તેમના માટે અત્યંત પ્રેમ છે. અત્યંત આદર છે, હજુ તેઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષા છે. 

નીતિનભાઈ હવે હિન્દી પણ શીખી રહ્યા છેઃ સી.આર પાટીલ
તેમણે જણાવ્યું કે, નીતિનભાઈને બધાએ કામ કરતા જોયા છે. નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. મને ખબર પડી કે હમણાં હમણાં તેઓ હિન્દી પણ શીખી રહ્યા છે.  નીતિનભાઈ હિન્દીમાં બોલશે એટલે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો આવે છે. નીતિનભાઈ મારા કરતા એક વર્ષ નાના છે,  મારા 68 પૂરા થયા અને તેમના 67 પૂરા થયા. તેમની સાઈઝ પણ મારા કરતા ઓછી છે,  પરંતુ નીતિનભાઈની હાઈટ બહુ મોટી છે. 

નીતિનભાઈની કામ કરવાની પદ્ધતિ જ સાવ અલગ છેઃ ભૂપેન્દ્ર પટેલ
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. જે બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારના પ્રતિનિધિ તરીકે આપણે બધા નીતિનભાઈ પાસે કામ કરાવવા માટે ગયા હોઈએ, પરંતુ જો આપણે ગયા અને તેમણે જે જવાબ આપ્યો તે સાંભળીને નીકળ્યા તો પત્યું કામ જ ન થાય પછી, એટલે જ્યારે જઈએ ત્યારે થોડીવાર બેસવું પડે. તેમની પાસે થોડીવાર બેઠા પછી તેઓ પૂછે કે બોલો શું હતું? તેમની કામ કરવાની પદ્ધતિ જ સાવ અલગ છે. 

પાણીપુરી ખાવાના પૈસા નીતિનભાઈ ન આપેઃ CM
તેઓએ જણાવ્યું કે, પાણીપુરી ખાવાના પૈસા નીતિનભાઈ પાસેથી ન મળે, શીરો ખાવાના પૈસા નીતિનભાઈ પાસેથી મળે. એટલે કે તમારું કામ સારું હોવું જોઈએ. તેમનું આખું જીવન એક લોકપ્રતિનિધિને ઉદાહરણ પાડતું રહ્યું છે.  તેમના હાથે અત્યાર સુધી ખૂબ જ સારા કામો થયા છે અને હજુય એમના હાથે ખૂબ સારા કામો થાય એ જ અભ્યર્થના સાથે વિરમું છું.

રજતતુલા કાર્યક્રમનું આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલના જન્મદિવસ પર વર્ષ 2014થી સતત 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં નવ રક્તદાન કેમ્પ યોજાઈ ચૂક્યા છે. આજે 2023ની સાલમાં રક્તદાન શિબિરના 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ અને રજતતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ