બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Mahadev seated in the Goma river bed of Kalol of Panchmahal
Last Updated: 07:15 AM, 1 February 2024
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી કેટલાક ગામોમાં જોડતી ગોમા નદી પસાર થાય છે વર્ષોથી ગોમા નદીના પટમાંથી રેતી અને માટી કાઢવામાં આવતી હોય છે. લગભગ 47 વર્ષ પહેલાં ગોમા નદીમાંથી કેટલાક મજૂરો રેતી કાઢતા હતા.ત્યારે એક અવાજ આવ્યો હતો. મજૂરનો પાવડો જમીનમાં પથ્થર સાથે ટકરાયો હોય તેવો અવાજ આવ્યો. ફરી બે ત્રણ વાર અવાજ આવ્યો. એટલે તે જગ્યાએથી હાથ વડે રેતી સાફ કરી તો શિવલિંગ જોવા મળ્યું. શિવલિંગ જોતા જ મજૂરોએ રેતી કાઢવાનું બંધ કરીને બીજી તરફ ચાલ્યા ગયા હતા.

ADVERTISEMENT
દાન એકત્ર થયુ એટલે મંદિરની રચના કરી
ચાર વર્ષ બાદ સ્થાનિકોને વધુ જાણ થતા અગ્રણીઓએ ભેગા થઈ રેતીમાંથી શિવલિંગને બહાર કાઢી..આજુબાજુ પાંચ થી છ ફૂટ ઊંડો ખાડો કરી દીવાલ કરવામાં આવી. અને શ્રદ્ધાથી લોકો પૂજા કરવા લાગ્યા. ધીમે ધીમે મંદિરમાં સ્થાનિકોની દર્શન માટે અવરજવરની શરૂઆત થઈ. દર્શનાર્થીઓની સંખ્યા વધવા લાગી અને મંદિરમાં દાન એકત્ર થયુ એટલે મંદિરની રચના કરી હતી. મંદિરનુ શિવલિંગ સોમનાથ મહાદેવના આકારનું અને ભોંય તળિયામાં છે એટલે ભાવિકોએ મંદિરને સોમનાથ પાતાળેશ્વર મહાદેવના મંદિર તરીકેની ઓળખ આપી અને શિવલિંગના આકારને કારણે પૂજા અર્ચના કરતા થયા આજે મહાદેવ સાક્ષાત બિરાજમાન હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
ADVERTISEMENT

ચોમાસામાં શિવજીના ચરણસ્પર્શ કરે છે જલધારા
ADVERTISEMENT
મંદિરની જમણી બાજુ ગણેશજી અને ડાબી બાજુ હનુમાનજીના મંદિર બનાવવામાં આવ્યા છે. બંને મંદિરો મહાદેવની શોભામાં અભિવૃદ્ધી કરે છે. ચોમાસાની ઋતુમાં શિવજીના ચરણસ્પર્શ કરવા જલધરા આવે છે. તે દરમ્યાન છ ફૂટ ઊંડો ખાડો પાણીથી ભરાઈ જાય છે અને નદીમાં પાણીનો વહેણ સતત વહ્યા કરે છે. વર્ષોથી નદીના પટમાં આવેલા મહાદેવના મંદિરે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ સ્થાનિક લોકો પૂજા કરવા માટે આવે છે. મહાદેવને બીલી અર્પણ કરવા માટે ભક્તોએ દૂર જવું પડતું નથી મંદિરના પટાંગણમાં બીલીના વૃક્ષો વાવેલા છે, તે જ બીલી મહાદેવને અર્પણ કરવામાં આવે છે.

ADVERTISEMENT
મહાદેવ ભોંય તળિયામાં બિરાજમાન એટલે પાતાળેશ્વર મહાદેવ નામ
સુંદર અને રળીયામણા જંગલ જેવા નદીમાં પથરાયેલા વિસ્તારમાં સોમનાથ પાતાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરમાં આવતા ભાવિકોની સેવા પૂજા અર્ચનાથી પોતાના કામ સફળ થતા ભાવિકોની મંદિરે આવતી સંખ્યાના વધારાથી મોટી માત્રામાં એકત્ર થયેલા દાન વડે મંદિરનો સારો વિકાસ થયો છે. મંદિરની બાજુમાં આવેલુ પીપળાનું ઝાડ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે તેના દર્શન અને પૂજા અર્ચના કરી પાણીથી વધાવીને ભાવિકો ધન્યતા અનુભવે છે. મહાદેવના દર્શન કરવાનો કાલોલવાસીઓનો નિત્યક્રમ છે. ઘણા ભાવિકો બાળપણથી જ નિત્ય મંદિરે આવી ભોળાના ચરણે શીશ ઝુકાવી જીવન ધન્ય થયાનો અનુભવ કરે છે. સોમનાથ પાતાળેશ્વર મહાદેવના દર્શન કરવા એ અનેરો લ્હાવો છે. ૪૭ વર્ષથી સ્થાનિક લોકો મહાદેવની પૂજા અર્ચના કરે છે અને બહારથી આવતા દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.