બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Maha Aathma perform puja in this muhurta avoid these mistakes

ચૈત્ર નવરાત્રી 2023 / આવતીકાલે મહાઆઠમ: સૂર્યોદય પહેલા ઉઠીને આ મુહૂર્તમાં કરવી જોઈએ પૂજા, ન કરવી જોઈએ આ ભૂલો

Manisha Jogi

Last Updated: 02:39 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાઅષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવાથી તમામ પરેશાની દૂર થાય છે. આ દિવસે કેટલીક ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ.

  • 29 માર્ચના રોજ મહાઅષ્ટમી.
  • મહાઅષ્ટમીમાં બિલકુલ પણ ના કરો આ ભૂલ.
  • વિધિ અનુસાર કરો માઁ દુર્ગાની પૂજા. 

22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ છે. નવરાત્રીની આઠમ અને નોમને ખૂબ જ વિશેષ દિવસ માનવામાં આવે છે. 29 માર્ચ બુધવાર એટલે કે આવતીકાલે મહાઅષ્ટમીના દિવસે કન્યા પૂજન કરવામાં આવશે, જેને દુર્ગાષ્ટમી પણ કહે છે. દુર્ગા અષ્ટમીના દિવસે માઁ દુર્ગાના મહાગૌરી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે, જેથી આ દિવસને મહાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાગૌરીની પૂજા કરવાથી તમામ પરેશાની દૂર થાય છે. આ દિવસે કેટલીક ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • અષ્ટમી પૂજનનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસે શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ. મુહૂર્ત વીતિ ગયા બાદ પૂજાનું કોઈ મહત્વ રહેતું નથી.
  • આઠમના દિવસે સૂર્યોદય પહેલા ઊઠીને પૂજા કરવી જોઈએ. આ દિવસે મોડા સુધી ના સૂવું જોઈએ. જો તમે વ્રત ના કર્યું હોય તો પણ સવારે વહેલા ઊઠીને નાહીને પૂજા કરવી જોઈએ.
  • પૂજા કર્યા બાદ દિવસે સૂવું ના જોઈએ. આ પ્રકારે કરવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.
  • જો તમે વ્રત કર્યું છે તો નોમના દિવસે કન્યા પૂજન પહેલા કંઈ પણ ન ખાવું જોઈએ. કન્યા પૂજન કર્યા બાદ અને કન્યાઓને વિદાય આપ્યા બાદ જ વિધિ અનુસાર વ્રતના પારણાં કરવા જોઈએ, જેનાથી માઁ દુર્ગા તમારા પર કૃપા વરસાવે છે અને તેમના આશીર્વાદ આપે છે.
  • મહા અષ્ટમીના દિવસે દુર્ગા ચાલીસા મંત્ર અથવા સપ્તશતીના પાઠ સમયે અન્ય લોકો સાથે વાત ના કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા પૂજાનું ફળ લઈ જાય છે.
  • સંધિ કાળ સમયે દુર્ગા પૂજા કરવાથી તેને શુભ માનવામાં આવે છે, તે સમયે 108 દીવા પ્રગટાવવામાં આવે છે.
  • આઠમના દિવસે હવન કર્યા વગર પૂજા ના કરવી જોઈએ. હવન કર્યા વગર પૂજા કરવાને અધૂરી પૂજા માનવામાં આવે છે. હવન કરતાં સમયે આહુતિની સામગ્રી કુંડથી બહાર ના જવી જોઈએ.
  • આઠમના દિવસે વાદળી અથવા કાળા રંગના કપડા ના પહેરવા જોઈએ. જેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ આવે છે. આ દિવસે પીળા અથવા લાલ રંગના કપડા પહેરવા જોઈએ.

મહાઅષ્ટમી શુભ મુહૂર્ત

29 માર્ચ બુધવારના રોજ મહાઅષ્ટમી છે. 28 માર્ચના રોજ સાંજે 07:02 વાગ્યે આ તિથિની શરૂઆત થશે, જે 29 માર્ચના રોજ રાત્રે 09:07 વાગ્યે આ તિથિ પૂર્ણ થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 04:42 વાગ્યાથી લઈને 05:29 મિનિટ સુધી રહેશે. મહાઅષ્ટમીનું અમૃત મુહૂર્ત સવારે 9:02 વાગ્યે શરૂ થશે અને 10:49 વાગ્યે પૂર્ણ થશે. સવારે 6:15 વાગ્યાથી લઈને સવારે 8:01 વાગ્યા સુધી ભદ્રકાળ રહેશે, ત્યારબાદ કન્યા પૂજન કરી શકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ