બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Madras High Court Frowns at Widow Being Denied Entry into Temple

ગ્રેટ ડિસિઝન / વિધવાઓને મંદિરમાં પ્રવેશતી ન અટકાવી શકાય, અટકાવનાર સામે કાયદા પ્રમાણે કાર્યવાહી-HCનો ઓર્ડર

Hiralal

Last Updated: 05:06 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મદ્રાસ હાઈકોર્ટે એક મોટી ચેતવણી આપી છે કે વિધવા મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવવી ગેરકાયદેસર છે અને આવું કરવા પર કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે.

  • વિધવાના મંદિર પ્રવેશને લઈને મદ્રાસ હાઈકોર્ટની મોટી ટીપ્પણી
  • વિધવાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવી તો થઈ શકે કાર્યવાહી
  • કોર્ટે વિધવા મહિલાને આપ્યો મંદિરમાં પૂજા કરવાનો હક 

મદ્રાસ હાઈકોર્ટે એક વિધવાને મંદિરમાં પ્રવેશતા અટકાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું કે સભ્ય સમાજમાં આવી વસ્તુ ન કરી શકાય. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે, વિધવાને મંદિરમાં પ્રવેશતા અટકાવવા જેવી "માન્યતા" કાયદા દ્વારા સંચાલિત સભ્ય સમાજમાં આવું કામ ન થઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, મહિલાની પોતાની વ્યક્તિગત ઓળખ હોય છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ વિધવાને મંદિરમાં પ્રવેશતી અટકાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવે તો તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ. જસ્ટીસ એન આનંદ વેંકટેશેકહ્યું કે તે "ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ" છે કે રાજ્યમાં એક વિધવા મહિલા દ્વારા મંદિરને અપમાનિત કરવા જેવી જૂની માન્યતાઓ અકબંધ છે.

વિધવાને મંદિરમાં પ્રવેશતી અટકાવાઈ હતી 
અરજદારે ઇરોડ જિલ્લાના નામ્બિયુર તાલુકાના પેરિયાકરુપરાયણ મંદિરમાં પ્રવેશ માટે તેને અને તેના પુત્રને સુરક્ષા પૂરી પાડવા પોલીસને નિર્દેશ આપવાની માંગ કરી હતી. તે 9 ઓગસ્ટથી યોજાનારા બે દિવસીય મંદિર મહોત્સવમાં ભાગ લેવા માંગતી હતી અને તેણે ગયા મહિને આ સંદર્ભે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. અરજદાર અને તેનો પુત્ર ઉત્સવમાં ભાગ લેવા અને પ્રાર્થના કરવા માંગતા હતા. એવો આરોપ છે કે બે વ્યક્તિઓ - અયાવુ અને મુરલીએ તેને ધમકી આપી હતી કે તે વિધવા હોવાથી તેણે મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. ત્યારબાદ મહિલાએ પોલીસ સુરક્ષાની માંગ સાથે અધિકારીઓને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું અને જ્યારે કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારે તેઓએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

કોર્ટે વિધવા મહિલાને આપ્યો મંદિરમાં પૂજા કરવાનો હક 
કોર્ટે કહ્યું કે મહિલાની પોતાની વ્યક્તિગત ઓળખ હોય છે અને તેના વૈવાહિક દરજ્જાના આધારે તેને કોઈ પણ રીતે ઘટાડી કે છીનવી શકાય નહીં. જસ્ટીસે કહ્યું કે અયાવુ અને મુરલીને અરજદાર અને તેના પુત્રને મંદિરના ઉત્સવમાં ભાગ લેતા અને દેવતાને પ્રાર્થના કરતા અટકાવવાનો કોઈ અધિકાર નથી. અરજી સાંભળ્યા બાદ જજે પોલીસને આદેશ આપ્યો હતો કે થાંગમણી અને તેનો પુત્ર મંદિરના ઉત્સવમાં ભાગ લે અને જો કોઈ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી કરવાનો પ્રયાસ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ