બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Made more than 800 medicines cheaper for the poor- PM Modi, the beneficiary cited a formidable case

જન ઔષધિ દિવસ / PM મોદી બોલ્યાં- ગરીબો માટે 800 દવાઓ સસ્તી કરી, લાભાર્થીએ ટાંક્યો જબરો કિસ્સો

Hiralal

Last Updated: 04:22 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જન ઔષધિ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

  • જન ઔષધિ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી મોદીની જાહેરાત
  • ગરીબો માટે 800 કરતા પણ વધારે દવાઓ સસ્તી કરી
  • આજે ગરીબોને પણ ડાયાલિસીસ પરવડી શકે છે

જન ઔષધિ દિવસના પ્રસંગે લાભાર્થીઓ સાથે સંવાદ સાધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વ્યાજબી કિંમતે જેનેરિક દવાઓ પૂરી પાડવા માટે જન ઔષધિ કેન્દ્રો શરુ કરવામાં આવ્યાં છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને મોટો ફાયદો થયો છે કારણ કે આવા સ્ટોર્સને કારણે 13,000 કરોડની બચત થઈ છે. 

 800 કરતા પણ વધારે દવાઓની કિંમત રેગ્યુલેટ કરી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારી સરકારે 800 કરતા પણ વધારે દવાઓની કિંમતને રેગ્યુલેટ કરી છે જેમા કેન્સર, ટીબી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસિઝની સારવાર માટેની દવાઓ સામેલ છે. મોદીએ કહ્યું કે સ્ટેન્ટ્સ અને ની (ઘૂંટણ) ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ઘટાડવાનો સરકારે પ્રયાસ કર્યો છે. 

આજે ગરીબોને પણ ડાયાલિસીસ પરવડી શકે છે-પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે આજે ગરીબોને પણ ડાયાલિસીસ પરવડી શકે છે. આ સરકાર ગરીબોને કાળજી લે છે. કેન્સર, ડાયાબિટીસ સહિતના બીજા રોગો માટે 800 જેટલી દવાઓ સસ્તી કરાઈ છે. 

1500ને બદલે હવે 300 રુપિયામાં દવા મળી જાય છે-લાભાર્થીએ પીએમ મોદીને કહ્યું 
પ્રધાનમંત્રીને પોતાનો અનુભવ કહેતા એક લાભાર્થીએ એવું જણાવ્વયું કે પહેલા મારે દવાઓ પાછળ 1500-1600 રુપિયાનો ખર્ચ થતો હતો પરંતુ આજે આ યોજના હેઠળ મારી દવાઓ 250-300 રુપિયામાં આવી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ