બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / lust stories 2 promo video tamannaah bhatia on what to do when someone enters in room

Bollywood / લસ્ટ સ્ટોરી જોતી વખતે અચાનક કોઈ રૂમમાં આવી જાય તો શું કરવું? તમન્ના ભાટિયા આપ્યો તસતસતો જવાબ

Bijal Vyas

Last Updated: 10:49 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેટફ્લિક્સે લસ્ટ સ્ટોરીઝ 2 નો પ્રોમો વિડીયો રીલીઝ કર્યો છે, જેમાં તમન્ના ભાટિયા કહી રહી છે કે જો કોઈ આ સીરીઝ જોતી વખતે રૂમમાં પ્રવેશ કરે તો શું કરવું.

  • લસ્ટ સ્ટોરીઝ 2, 29 જૂનથી સ્ટ્રીમ થશે 
  • નેટફ્લિક્સે મંગળવારે એક નવો પ્રોમો વિડિયો રિલીઝ કર્યો
  • લસ્ટ સ્ટોરીઝની પહેલી સીઝન વર્ષ 2018માં આવી હતી

Lust Stories 2 Tamannaah Bhatia:ચાર વર્ષ પછી નેટફ્લિક્સ પર લસ્ટ સ્ટોરીઝની બીજી સીઝન આવી રહી છે. લસ્ટ સ્ટોરીઝ 2, 29 જૂનથી સ્ટ્રીમ થવા જઈ રહી છે, જેમાં તમન્ના ભાટિયા, વિજય વર્મા, કાજોલ, નીના ગુપ્તા જેવા સ્ટાર્સ જોવા મળશે. રિલીઝના બે દિવસ પહેલા તેનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે.

નેટફ્લિક્સે મંગળવારે એક નવો પ્રોમો વિડિયો રિલીઝ કર્યો છે. વીડિયોની શરૂઆત તમન્ના અને વિજય વચ્ચેના ઈન્ટિમેટ સીનથી થાય છે. વીડિયોમાં આગળ, તમન્ના કહી રહી છે કે લસ્ટ સ્ટોરીઝ 2 જોતી વખતે જો કોઈ તમારા રૂમમાં પ્રવેશ કરે તો તમારે શું કરવું જોઈએ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

તમન્ના ભાટિયાએ કહી આ વાત
તમન્ના ભાટિયા કહે છે કે, જો કોઈ રૂમમાં પ્રવેશ કરે તો ગભરાવાની અને લસ્ટ સ્ટોરીઝ 2 ને પોઝ કરવાની જરૂર નથી. એમાં માત્ર લસ્ટ જ નથી, એ સિવાય પણ ઘણું બધું છે. જેમ કે નાટક છે, રોમાંસ છે, માતાનો પ્રેમ છે, દાદીમાનો પ્રેમ છે, એક્સનો પ્રેમ છે, બાઈનો પ્રેમ છે.

તમન્ના આગળ કહે છે કે, તેની પાસે બધું જ છે. નામ પર ન જાઓ, પરંતુ આ સીરીઝ બધાને બતાવો. તે કહે છે, “શું થશે, તોફાન આવશે, આકાશ ફાટી જશે, વાઈફાઈ બંધ થઈ જશે, નહીં ને, જો તમે વધુ ટેન્શન લેશો તો તમારા માથા પર એબ્સ આવશે.”

આ સ્ટાર્સ મળશે જોવા 
લસ્ટ સ્ટોરીઝ 2 માં તમન્ના ભાટિયા, વિજય વર્મા, કાજોલ અને નીના ગુપ્તા ઉપરાંત અન્ય ઘણા સ્ટાર્સ પણ છે. જેમ કે- કુમુદ મિશ્રા, અમૃતા સુભાષ, અંગદ બેદી અને મૃણાલ ઠાકુર. આ સીરીઝનું નામ નેટફ્લિક્સની પોપ્યુલર સીરીઝમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, વિજય અને તમન્ના એકબીજાના એક્સ લવર્સના રોલમાં જોવા મળે છે.

તેની પ્રથમ સીઝન વર્ષ 2018માં આવી હતી, જેમાં કિયારા અડવાણી, રાધિકા આપ્ટે, ​​ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. લોકોને પહેલી સીઝન ઘણી પસંદ આવી હતી. આ સાથે જ બીજી સિઝન પણ દસ્તક આપવા આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ