બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Health / 90 કલાક કામ કરવાની વિવાદીત ટિપ્પણી કરનાર L&T ચેરમેનની મોટી જાહેરાત, મહિલા કર્મચારીઓ માટે કર્યું મોટુ એલાન

નિર્ણય / 90 કલાક કામ કરવાની વિવાદીત ટિપ્પણી કરનાર L&T ચેરમેનની મોટી જાહેરાત, મહિલા કર્મચારીઓ માટે કર્યું મોટુ એલાન

Last Updated: 01:05 PM, 7 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી ભારતીય કંપનીઓએ તેમની મહિલા કર્મચારીઓને મદદ કરવા માટે પહેલાથી જ પીરિયડ્સ લીવ પોલિસી રજૂ કરી છે.

L&T ના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમ દ્વારા પીરિયડ લીવની જાહેરાત તેમના '90 દિવસ વર્ક વીક'ના કમેન્ટ પછી આવી છે. એલએન્ડટીએ સૂચવ્યું હતું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ, જેની આકરી ટીકા થઈ હતી.

L&T ના ચેરમેન એસએન સુબ્રમણ્યમે જાહેરાત કરી છે કે L&T ગ્રુપની મહિલા કર્મચારીઓને હવે પીરિયડ્સ દરમિયાન એક દિવસની રજા આપવામાં આવશે. કંપનીના 60,000 કર્મચારીઓમાં મહિલા કર્મચારીઓ લગભગ 9 ટકા છે. આ જાહેરાત પછી એન્જિનિયરિંગ, ખરીદ અને બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપની તેના ક્ષેત્રમાં આવી પ્રથમ કંપની બની ગઈ છે.

નોકરીના એક અહેવાલ મુજબ 34 ટકા મહિલા કર્મચારીઓ પીરિયડ્સ લીવને તેમની પ્રથમ નીતિગત માંગ માને છે. દરમિયાન L&T એ આ પહેલ શરૂ કરી છે. હવે મહિલા કર્મચારીઓને મહિના દરમિયાન એક દિવસ વધારાની રજા મળશે.

એલએન્ડટીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમ દ્વારા પીરિયડ લીવની જાહેરાત તેમના '90 દિવસ વર્ક વીક'ની કમેંટ પછી આવી છે. L&T એ સૂચવ્યું હતું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ, જેની આકરી ટીકા થઈ હતી. વધુમાં સુબ્રમણ્યમે ઉત્પાદન ઉદ્યોગોમાં કામદારોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેનાથી કાર્યસ્થળ વિશેની ચર્ચા વધુ તીવ્ર બની હતી.

periods

જ્યારે 90 કલાકના કાર્ય સપ્તાહ પર વિવાદ વધ્યો

લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેને 2025 ની શરૂઆતમાં 90 કલાકના કાર્યકારી સપ્તાહની હિમાયત કરીને વિવાદ ઉભો કર્યો હતો. કંપનીની આંતરિક બેઠક દરમિયાન સુબ્રમણ્યમે રવિવારે કર્મચારીઓને કામ પર ન બોલાવી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. તેણે પૂછ્યું હતું કે, તમારી પત્નીને ક્યા સુધી જોતા રહેશો? હું પોતે રવિવારે પણ ઓફિસ આવું છું અને જો શક્ય હોય તો રવિવારે પણ કર્મચારીઓને કામ કરાવીશું. સુબ્રમણ્યમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની કંપનીમાં છ દિવસના કાર્યકારી સપ્તાહની નીતિ પર ચર્ચા થઈ રહી હતી.

આ નિવેદન પછી સુબ્રમણ્યમને અનેક પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો. ઘણા અબજોપતિઓએ મજાકમાં L&Tના ચેરમેન પર કટાક્ષ કર્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા અને કંપનીઓમાં વર્ક લાઇફ બેલેન્સ પર ચર્ચા શરૂ થઈ.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ હેલ્થ / રોજ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ જ્યુસ, શરીરમાં જમા થયેલી ચરબી એક મહિનામાં જ ઓગળવા લાગશે!

મહિલા કર્મચારીઓ માટે પીરિયડ્સમાં છુટ્ટી

ઓગસ્ટ 2024 માં ઓડિશા ભારતનું પ્રથમ રાજ્ય બનશે જે રાજ્ય સરકાર અને પ્રાઇસ સેક્ટર્સ બંનેમાં મહિલા કર્મચારીઓ માટે એક દિવસની પીરિયડ રજા નીતિ(પીરિયડ્સ લીવ પોલિસી) રજૂ કરશે. સપ્ટેમ્બર 2024 માં એવા અહેવાલ આવ્યો હતો કે કર્ણાટક ખાનગી અને જાહેર બંને ક્ષેત્રોમાં મહિલાઓ માટે વર્ષમાં છ દિવસની પેઇડ પીરિયડ લીવ શરૂ કરવાનું વિચારી રહ્યું છે.

ઘણી ભારતીય કંપનીઓએ તેમની મહિલા કર્મચારીઓને મદદ કરવા માટે પહેલાથી જ પીરિયડ્સ લીવ પોલિસી રજૂ કરી છે. ઝોમેટો 2020 થી દર વર્ષે 10 દિવસની પેઇડ રજા ઓફર કરે છે. આ ઉપરાંત સ્વિગીએ પીરિયડ લીવ પોલિસી પણ લાગુ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Billionaire Period Leave Policy Period Leave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ