બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 11:23 AM, 18 February 2021
ADVERTISEMENT
રાંધણ ગેસ સિલિન્ડર શહેરથી લઇને ગામડા સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. હાલમાં જ સરકારે એલપીજીના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. જે બાદ સબસિડી વિનાના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ વધીને 769 રૂપિયા થઈ ગયા છે. આ મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના ભાવ પહેલા 25 રૂપિયા અને પછી 50 રૂપિયા આ રીતે કુલ 75 રૂપિયા વધારવામાં આવ્યા છે. પરંતુ હવે તમે આ મોંઘા એલપીજી સિલિન્ડરને માત્ર 69 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો જાણીએ આ ઓફરનો લાભ કઈ રીતે લઈ શકાશે.
તમે Paytmથી તમારો એલપીજી સિલિન્ડર બુક કરાવીને 700 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. દેશના મોટાભાગની જગ્યાઓમાં એલપીજીસિલિન્ડરની કિંમત સબ્સિડી બાદ 700થી 769 રૂપિયાની વચ્ચે છે. એવામાં Paytmના ખાસ કેશબેકનો ફાયદો ઉઠાવીને તમે તેને માત્ર 69 રૂપિયામાં એલપીજી ખરીદી શકો છો.
ADVERTISEMENT
આ રીતે ઉઠાવો આ ઓફરનો લાભ
28 ફેબ્રુઆરી 2021 સુધી માન્ય છે આ ઓફર
700 રૂપિયા સુધીનું આ કેશબેક પેટીએમ એપથી પહેલીવાર LPG સિલિન્ડર બુક કરનાર ગ્રાહક જ મેળવી શકે છે. ગ્રાહક Paytm LPG Cylinder Booking Cashback Offerનો લાભ 28 ફેબ્રુઆરી 2021 સુધી લઇ શકે છે. આ ઓફર માટે પેટીએમે અનેક ગેસ કંપનીઓ સાથે કરાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.