બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / lpg cyliner price increase in january month know how much the prices increased

LPG Cylinder / નવા વર્ષના પહેલા દિવસે જ વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ, જાણો કેટલા રૂપિયાનો થયો વધારો

Bhushita

Last Updated: 10:05 AM, 1 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ નવા વર્ષના પહેલાં દિવસે જ ગેસ સિલિન્ડરની કિમતોમાં ભાવ વધારો કર્યો છે. કંપનીઓએ ડિસેમ્બરમાં રસોઈ ગેસની કિંમતમાં 2 વખત 50-50 રૂપિયા કરીને 100 રૂપિયાનો ભાવ વધારો કર્યો હતો. આ પછી 14.2 કિલોના સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો. આજે 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો થયો નથી પણ કર્મશિયલ સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયાનો વધારો કરાયો છે.

  • નવા વર્ષે ફરી વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ
  • ડિસેમ્બરમાં 100 રૂપિયાનો થયો હતો ભાવ વધારો
  • જાન્યુઆરીમાં કર્મશિયલ સિલિન્ડરના ભાવમાં થયો 17 રૂપિયાનો વધારો
     

ગયા મહિનામાં વ્યવસાયિક ગેસ સિલિન્ડરના ભાવમાં 91 રૂપિયાનો વધારો થયો હતો. નવેમ્બરમાં મહિનામાં 19 કિલોના સિલિન્ડરના ભાવ 1280 રૂપિયા હતા. ડિસેમ્બરમામ તે 91 રૂપિયાના વધારા બાદ 1381.50 રૂપિયા થયા હતા.

ચાર મહાનગરોમાં આટલી થઈ રસોઈ ગેસની કિંમત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોના રસોઈ ગેસની કિંમત 17 રૂપિયા સુધી વધી છે. ભાવ વધવાથી 1332 રૂપિયાના સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કોલકત્તામાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1387.50 થી વધીને 1410 રૂપિયા થઈ છે. અહીં કિંમતમાં 22.50 રૂપિયાનો વધારો થયો છે. અહીં ઘરેલૂ ગેસની કિંમત પણ 720.50 રૂપિયા છે. મુંબઈ અને ચેન્નઈની વાત કરીએ તો અહીં 1297.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને 1463.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ પહોંચ્યા છે. બંને જગ્યાઓએ 17 રૂપિયાનો ભાવ વધારો થયો છે. 
 

સબ્સિડી પણ મળી રહી નથી

સરકારે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવની સાથે સાથે સબ્સિડી પણ બંધ કરી છે. સરકાર અને તેની પૂર્વમાં ગેસ સિલિન્ડર લેનારા પર સબ્સિડી અપાતી હતી પણ છેલ્લા કેટલાક સમયથી તેને પણ બંધ કરી દેવામાં આવી છે. તેનાથી લોકોને બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

January 2021 LPG Cylinder Price hike કર્મશિયલ સિલિન્ડર કિંમત નવું વર્ષ ભાવ વધારો રસોઈ ગેસ LPG Cylinder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ